For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ભૂપેશ બઘેલઃ CAA-NRC માટે મોદી-શાહમાં મતભેદ, ખબર નહિ કોણ સાચુ બોલે છે?

શુક્રવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સીએએ અને એનઆરસી મુદ્દે કેન્દ્ર સરકાર પર હુમલો કરીને કહ્યુ કે નવા કાયદા વિશે પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે મતભેદ છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી માટે આખા દેશમાં વિરોધ પ્રદર્શનોનો દોર ચાલુ છે. જ્યાં એક તરફ વિપક્ષી દળ આ કાયદોને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે ત્યાં બીજી તરફ ભાજપ વિપક્ષના આરોપોને ખોટા ગણાવી રહી છે. શુક્રવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સીએએ અને એનઆરસી મુદ્દે કેન્દ્ર સરકાર પર હુમલો કરીને કહ્યુ કે નવા કાયદા વિશે પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે મતભેદ છે. જેના કારણે આખો દેશ પિસાઈ રહ્યો છે.

CM Bhupesh Baghel

શુક્રવારે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે આજે દેશમાં જે વાતો થઈ રહી છે, અમિત શાહજી કહે છે આ ક્રોનોલોજી છે - સીએએ, એનપીઆર, એનઆરસી અને નરેન્દ્ર મોદીજી કહે છે એનઆરસી લાગુ થવાનુ નથી. તો સવાલ એ વાતનો છે કે સાચુ કોણ બોલી રહ્યુ છે અને ખોટુ કોણ બોલી રહ્યુ છે. પ્રધાનમંત્રીજી કહી રહ્યા છે એ સાચુ છે? કે ગૃહમંત્રી જે કહી રહ્યા છે એ સાચુ છે? લાગે છે કે બંને વચ્ચે મતભેદ થઈ ચૂક્યો છે અને આના કારણે આખો દેશ પિસાઈ રહ્યો છે.

કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રીઓ અને ગઠબંધનના સહયોગીઓને સીએએ સામે પ્રસ્તાવ પાસ કરવા માટે સૂચિત કર્યા છે. અત્યાર સુધી કેરળે સીએએ સામે એક પ્રસ્તાવ પાસ કર્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વાળી પશ્ચિમ બંગાળ સરકાર પણ પહેલેથી જ કહી ચૂકી છે કે તે નવા કાયદાના વિરોધમાં છે.

આ તરફ પંજાબ વિધાનસભાએ નાગરિકતા સુધારા કાયદા સામે પ્રસ્તાવ પાસ કર્યો છે. પંજાબની કોંગ્રેસ સરકાર તરફથી વિધાનસભામાં શુક્રવારે આ કાયદા સામે પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેને સંસદે પોતાની મંજૂરી આપી દીધી. પ્રસ્તાવમાં નાગરિકતા કાયદાને બંધારણની વિરુદ્ધ ગણાવીને આને રદ કરવાની માંગ કરવામાં આવી છે. પંજાબ સીએએના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરનાર બીજુ રાજ્ય છે. આ પહેલા કેરળની વિધાનસભા પણ વિવાદિત નાગરિકતા કાયદા સામે પ્રસ્તાવ પાસ કરી ચૂકી છે.

આ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ ભાજપે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદીઆ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ ભાજપે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી

English summary
CM Bhupesh Baghel says There is a difference between PM Modi and Shah over CAA NRC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X