ગુનાની કોઇ કટ ઓફ ડેટ ના હોઇ શકે: સુપ્રીમ કોર્ટ

sc
નવી દિલ્હી, 15 જુલાઇ: કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી બાદ સુપ્રીમ કોર્ટે પણ કડક જુવેનાઇલ જસ્ટિસ એક્ટની વકાલત કરી છે. કોર્ટે જણાવ્યું છે કે સરકારી નૌકરીઓની જેમ ક્રાઇમ માટે કટ ઓફ ડેટ હોઇ શકે નહીં. અંડર એજ ઓફેંસેઝ હેઠળ મળનારી ઇમ્યૂનિટી પર સવાલ ઊભા કરતા સુપ્રીમ કોર્ટે સરકારને કાયદાનૂ પરીક્ષણ કરી તેમાં જરૂરી ફેરફાર કરવા માટે જણાવ્યું છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે જે બળાત્કાર જેવા જઘન્ય અપરાધ કરે છે તેમની સાથે પુખ્ત વયની સમાન સજાનો માપદંડ હોવો જોઇએ. પોલીસ અનુસાર 50 ટકા શારીરિક ગુના 16 વર્ષના કિશોરો જ કરે છે. તેમને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંગે માલૂમ છે માટે એવું કરે છે. મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ કાનૂનમાં ફેરફાર લાવશે અને પ્રક્રિયાની જાતે દેખરેખ રાખશે.

દિલ્હી ગેંગરેપ બાદ ક્રિમિનલ જસ્ટિસ એક્ટમાં સંશોધન માટે 2012માં જસ્ટિસ વર્માની અધ્યક્ષતામાં સમિતિ ગઠિત કરવામાં આવી હતી. સમિતિએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઉંમરની અંતિમ સીમા (18 વર્ષ)ને યથાવત રાખવી જોઇએ, કારણ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટનો ઉદ્દેશ્ય બાળ ગુનેગારમાં સુધાર લાવવાનો છે.

આ પહેલાની યુપીએ સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી કૃષ્ણા તીરથે પણ પ્રસ્તાવ રાખ્યો હતો કે જઘન્ય અપરાધોના દોષી જેમની ઉંમર 16 વર્ષથી વધારે હોય, તેમની સાથે પુખ્ત વયના અપરાધીઓ સમાન સજાનું માપદંડ હોવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X