For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી માટે વપરાયેલા 5 શબ્દો, જેને બીજેપીને નુકસાન કરવાની જગ્યાએ જીત આપાવી!

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસન નેતા મણીશંકર અચ્યરે પીએમ મોદી માટે નીચ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ શબ્દને લઈને બીજેપીએ કોંગ્રેસ પર પ્રહારો કરીને ચૂંટણીને પોતાના પક્ષમાં ફેરવી દીધી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસન નેતા મણીશંકર અચ્યરે પીએમ મોદી માટે નીચ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ શબ્દને લઈને બીજેપીએ કોંગ્રેસ પર પ્રહારો કરીને ચૂંટણીને પોતાના પક્ષમાં ફેરવી દીધી હતી. આ પહેલી વખત નથી કોઈ નેતાએ પીએમ મોદી માટે આવા વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હોય. આ પહેલા પણ પીએમ મોદી માટે ઘણા એવા શબ્દો વપરાયા છે. જેને લઈને મોટો વિવાદ થયો હતો. આજે આપણે આ વિવાદોની વાત કરવાના છીએ.

મોતના સૌદાગર

મોતના સૌદાગર

પીએમ મોદીનું નામ વારંવાર ગુજરાત 2002 દંગાઓ સાથે જોડાય છે. 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પ્રચારમાં સોનિયા ગાંધીએ પીએમ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. સોનિયા ગાંધીની આ ટિપ્પણીને લીધે ગુજરાતમાં કોંગ્રેસને મોટુ નુકસાન થયુ હતું. બીજેપી મતોનું ધ્રુવીકરણ કરવામાં પણ આ જ કારણે સફળ થઈ હતી.

નીચ રાજનીતિ

નીચ રાજનીતિ

2014માં કોંગ્રેસ સામે નેશનલ રાજનીતિમાં પીએમ મોદીને બીજેપીએ વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ વખતે રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પીએમ મોદી પર પ્રહાર કરતા નીચ રાજનીતિ શબ્દનો પ્રયોગ કરે છે. બીજેપીએ આ મુદ્દાને જાતી સાથે જોડીને મોટો વિવાદ ઉભો કર્યો અને સરકાર બનાવવા સુધી પહોંચવામાં સફળ થઈ.

ચાય વાલા

ચાય વાલા

2014માં કોંગ્રેસના મોટા નેતા મણીશંકર અય્યરે ચાય વાલા શબ્દને લઈને વિવાદ છેડ્યો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસ રાહુલ ગાંધીને આગળ કરીને કોંગ્રેસનું અધિવેશન બોલાવ્યુ હતું. આ અધિવેશનમાં મણીશંકર અય્યરે ચાયવાલા શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો મોદી અહીં ચા વેચવા આવશે તો કોંગ્રેસ તેમનું સ્વાગત કરશે. મણિશંકર ઐયરનું આ નિવેદન કોંગ્રેસને ભારે પડ્યુ. દેશભરમાં ચાની દુકાનો પર નરેન્દ્ર મોદી ચા વાળા હોવાને કારણે તેમના પક્ષમાં વાતાવરણ ઊભું થવા લાગ્યું.

નીચની રાજનીતિ

નીચની રાજનીતિ

કોંગ્રેસને તેની ભુલો સુધારવામાં કોઈ વધારે રસ લાગતો નથી. આગળની ભુલો છત્તા પણ 2017માં મણીશંકર અય્યરે ફરી વખત પીએ મોટી માટે નીચ શબ્દનો પ્રયોગ કર્યો હતો. તમામ પરિબળો પોતાના પક્ષમાં હોવા છત્તા પણ કોંગ્રેસ તેની આ ભુલને કારણે 2017માં સત્તા ન મેળવી શકી. આ વિવાદ બાદ કોંગ્રેસે મણીશંકયર અય્યરને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો.

ચૌકીદાર ચોર હૈ

ચૌકીદાર ચોર હૈ

2019ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ચૌકીદાર ચૌર હેૈના નારા સાથે અનેક વખત પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી કહેતા હતા કે, દેશની તિજોરીના ચોકીદારની જવાબદારી જેમના માથે હતી તેણે પોતે જ ચોરી કરી છે. રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૈં ભી ચોકીદાર સૂત્ર આપ્યું હતું. અહીં પણ કોંગ્રેસને નિષ્ફળતા જ મળી.

English summary
These 5 controversial words used for PM Modi gave BJP victory in the elections!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X