For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રાજકારણમાં ઈતિહાસ રચનાર અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલી ખાસ વાતો

ચાલો જાણીએ અરવિંદ કેજરીવાલ વિશેની ખાસ વાતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અરવિંદ કેજરીવાલ ભારતીય રાજનીતિનો એવો ચમકતો સિતારો બની ગયા છે જેમણે માત્ર એક દાયકામાં પોતાનુ નામ ઈતિહાસના પાનાંમાં નોંધી લીધુ છે. અરવિંદ કેજરીવાલની મહેનત અને વિઝનનુ પરિણામ છે કે દેશના 2 રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને તેણે દેશમાં ત્રીજી પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ચાલો જાણીએ અરવિંદ કેજરીવાલ વિશેની ખાસ વાતો.

arvind kejriwal

અભ્યાસ પ્રત્યે હંમેશા ગંભીર

અભ્યાસમાં સારો દેખાવ કરનારા અરવિંદ કેજરીવાલ શરૂઆતથી જ કંઈક અલગ કરવા માંગતા હતા. તેઓ શિક્ષણનું મહત્વ જાણે છે અને સમજે પણ છે. તેથી તેમણે IIT ખડગપુરમાંથી ઉચ્ચ શિક્ષણની ડિગ્રી લીધી.

ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં બન્યા ચહેરો

અરવિંદ કેજરીવાલનુ નામ ત્યારે ચર્ચામાં આવ્યુ જ્યારે તેઓ અન્ના આંદોલનમાં દેખાયા. અન્ના હજારેના નજીકના બની ગયેલા અરવિંદ કેજરીવાલ લગભગ દરરોજ મીડિયા સાથે વાત કરતા હતા. ભારતીય મહેસૂલ સેવામાં અધિકારીની નોકરી છોડીને તેઓ સામાજિક કાર્યકર બન્યા. તેઓ 2010માં દિલ્લીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.

સેવામાં જ હતુ મન

ભારતીય મહેસૂલ સેવામાં પસંદગી પામ્યા પહેલા અરવિંદ કેજરીવાલે મધર ટેરેસા, નેહરુ યુવા કેન્દ્ર અને રામકૃષ્ણ મિશનમાં પણ સેવા આપી છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલનું મન સમાજ સેવા તરફ હતુ.

ડૉકટર બનવા માંગતા હતા અને એન્જિનિયર બની ગયા

અરવિંદ કેજરીવાલની ઈચ્છા હતી કે તેઓ ડૉક્ટર બની લોકસેવા કરે. અરવિંદ કેજરીવાલે તેમના પહેલા જ પ્રયાસમાં IIT અને IRS પરીક્ષા પાસ કરી. 1995માં અરવિંદ કેજરીવાલે 1993 બેચની IRS ઓફિસર સુનીતા સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.

રાજકારણમાં રચ્યો ઈતિહાસ

જ્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી ત્યારે કોઈને ખ્યાલ પણ નહોતો કે તે રાજકારણમાં ઈતિહાસ રચશે. હવે સ્થિતિ એવી છે કે એક દાયકા જૂની આમ આદમી પાર્ટીની બે રાજ્યોમાં સરકાર છે.

English summary
These are the special things related to Arvind Kejriwal, who created history in Indian politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X