Corona Vaccine : આ લોકો માટે વેક્સિનનો બુસ્ટર ડોઝ જરૂરી, વૈજ્ઞાનિકોની સિફારીશ

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અને નવા કોરોના વેરિઅન્ટની દસ્તકને લઈને બૂસ્ટર ડોઝની માંગ ફરી એકવાર તીવ્ર બની છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અને નવા કોરોના વેરિઅન્ટની દસ્તકને લઈને બૂસ્ટર ડોઝની માંગ ફરી એકવાર તીવ્ર બની છે. ભારતીય SARS-CoV-2 જિનેટિક્સ કન્સોર્ટિયમ એટલે કે INSACOG એ જણાવ્યું છે કે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ બૂસ્ટર ડોઝ આપવો જોઈએ. INSACOG લેબ તેના સાપ્તાહિક બુલેટિનમાં 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ લેવાની ભલામણ કરે છે. લોકસભામાં કોરોના મહામારીની સ્થિતિ પર ચર્ચા દરમિયાન સાંસદોએ કોવિડ રસીના બૂસ્ટર ડોઝની માંગણી કરી હતી. આ દરમિયાન લેબના વૈજ્ઞાનિકોએ આ ભલામણ કરી છે. INSACOG એ રાષ્ટ્રીય પરીક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક છે, જે સરકાર દ્વારા કોરોનાના જિનોમ વેરિએશન્સ પર દેખરેખ રાખવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે.

corona vaccine

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, જે લોકોએ રસી નથી લગાવી તેઓને પહેલા રસી આપવી જોઈએ. જે લોકો રસી નથી લેતા તેમને કોરોનાનું જોખમ વધારે છે. વૈજ્ઞાનિકોએ એ પણ જણાવ્યું કે હાલની રસી કોરોનાના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન સામે લડવામાં એટલી શક્તિશાળી નથી. તેથી 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પણ બૂસ્ટર ડોઝ લેવાનું વિચારવું જોઈએ. સંસ્થાએ ઓમિક્રોનથી પ્રભાવિત વિસ્તારો (આફ્રિકન દેશો) પર નજર રાખવાની પણ સલાહ આપી હતી અને કોરોના ચેપના કેસોના કોન્ટેક્ટ ટ્રેસિંગની માંગ કરી હતી.

બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકાર ટૂંક સમયમાં કોરોનાના બૂસ્ટર ડોઝનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહી છે. ઘણી હોસ્પિટલો અને મેડિકલ લેબમાં તેનું પરીક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં છ હોસ્પિટલો બૂસ્ટર ડોઝ ટેસ્ટ માટે આગળ આવી છે. તેમાં સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિન, કૉલેજ ઑફ મેડિસિન અને સાગર દત્તા હૉસ્પિટલ, નીલ રતન સરકાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ એ ત્રણ સરકારી તબીબી સુવિધાઓ છે જેણે આ સંદર્ભમાં રસ દાખવ્યો છે. અધિકારીએ ઉમેર્યું કે, અમે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને પણ પત્ર લખ્યો છે અને આશા રાખીએ છીએ કે સકારાત્મક જવાબ મળશે. ઉલ્લેખનિય છે કે ભારતમાં લાંબા સમયથી કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક પક્ષો તેની માંગ પણ કરી રહ્યાં છે. જો કે હજુ સુધી આ દિશામાં સરકારે કોઈ નક્કર પગલા ભર્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X