For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-US 2+2 talk: ભારત-યુએસ વચ્ચે રક્ષા સમજૂતી BECA પર લાગશે મ્હોર, સેનાને થશે ફાયદો

ભારત અને અમેરિકા વચ્ચે આજે (મંગળવાર 27 ઓક્ટોબર) નવી દિલ્લીમાં 2+2 બેઠક થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત અને અમેરિકા વચ્ચે આજે (મંગળવાર 27 ઓક્ટોબર) નવી દિલ્લીમાં 2+2 બેઠક થશે. મંગળવારે 2+2 વાતચીતમાં રક્ષા સમજૂતી બેઝિક એક્સચેન્જ એન્ડ કોઑપરેશન એગ્રીમેન્ટ ફૉર જિયોસ્પેશિયલ કોઑપરેશન પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ ભાગીદારી માટે ઘણા લાંબા સમયથી કોશિશ કરવામાં આવી રહી હતી. BECA સમજૂતી બાદ બંને દેશો ભારત અને અમેરિકા Geospatial(ભૂ-સ્થાનિક) સૂચનાઓ અને ખુફિયા માહિતીઓ શેર કરી શકશે. આ સમજૂતી બાદ ભારત દ્વારા દુશ્મન દેશો પર ફાયર કરવામાં આવેલી મિસાઈલ એકદમ સટીક અને લક્ષ્યભેદી હશે. ભારત અને અમેરિકા વચ્ચે આ ત્રીજી 2+2 બેઠક છે.

કેમ અત્યારે મહત્વની છે 2+2 બેઠક

કેમ અત્યારે મહત્વની છે 2+2 બેઠક

વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત માટે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા સચિવ માર્ક એસ્પર સોમવારે(26 ઓક્ટોબર) નવી દિલ્લી પહોંચ્યા હતા. અમેરિકાના મંત્રીઓનો આ પ્રવાસનો સમય મહત્વપૂર્ણ છે કારણકે અમેરિકામાં આવતા સપ્તાહે રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. બંને દેશો વચ્ચે આ વાતચીત એટલા માટે પણ મહત્વની છે કારણકે આ બેઠકમાં ચીન પર ચર્ચા થઈ શકે છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) વિશે એક ગંભીર સૈન્ય ગતિવિધિ ચાલી રહી. અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે ઘણા મુદ્દાઓ પર તણાવ વધી ગયો છે.

અમેરિકી મંત્રીઓને મળ્યા જયશંકર અને રાજનાથ સિંહ

અમેરિકી મંત્રીઓને મળ્યા જયશંકર અને રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણ સચિવ માર્ક એસ્પર સાથે સોમવારે સાંજે મુલાકાત કરી. આ મુલાકાત બાદ રાજનાથ સિંહે જણાવ્યુ કે મંગળવારે(27 ઓક્ટોબર) યોજાનાર 2+2 મંત્રી-સ્તરીય બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે BECA ડીલ પર હસ્તાક્ષર થશે. વળી, અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે મુલાકાત સોમવારે થઈ. એસ જયશંકરે બંને દેશો વચ્ચે વૈશ્વિક ભાગીદારીને આગળ લઈ જવાની વાત કહી છે.

માઈક પોમ્પિયો બોલ્યા - ભારત અને અમેરિકામાં કૂટનીતિક ભાગીદારી જરૂરી

માઈક પોમ્પિયો બોલ્યા - ભારત અને અમેરિકામાં કૂટનીતિક ભાગીદારી જરૂરી

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ભારત પ્રવાસના પહેલા દિવસનો ફોટો ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. માઈક પોમ્પિયોએ લખ્યુ, '2+2 બેઠક પહેલા ડૉ. એસ જયશંકર સાથે સારી ચર્ચા થઈ છે. અમે સંમત છે કે અમેરિકા-ભારતની વૈશ્વિક કૂટનીતિક ભાગીદારી બંને દેશો, હિંદ-પ્રશાંત ક્ષેત્ર અને આખી દુનિયાની સુરક્ષા અને સમૃદ્ધિ મહત્વની છે.' માઈક પોમ્પિયઓએ લખ્યુ, બે વર્ષમાં થઈ રહેલી આ ત્રીજી બેઠકમાં અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત ભાગીદારીના સંકેત છે.

ઑક્સફોર્ડની કોરોના વેક્સીન વૃદ્ધો પર પણ અસરકારક છેઑક્સફોર્ડની કોરોના વેક્સીન વૃદ્ધો પર પણ અસરકારક છે

English summary
Third 2+2 inter-ministerial dialogue between India - US today, geospatial pact BECA to be signed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X