લગ્ન બાદ કિસિંગ સીન આપીને મોટા વિવાદ છેડી ચુક્યા છે આ બોલિવૂડ સ્ટાર, પાર્ટનર સાથે ઝઘડા સુધી વાત પહોંચી હતી
બોલિવૂડમાં આ દિવસોમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ તું જુઠી મે મક્કારની ચર્ચા છે. આ ફિલ્મમાં રણબીર-શ્રદ્ધાએ કિસિંગ સીન આપ્યા છે.
બોલિવૂડમાં દિવસોમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આવનારી ફિલ્મ તું જુઠી મે મક્કારની ખુબ ચર્ચા છે. આ ફિલ્મ સાથે તેમાં રણબીર અને શ્રદ્ધાના કિસિંગ સીનની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે કોઈ સ્ટારે લગ્ન બાદ કિસિંગ સીન કર્યા હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર કિસિંગ સીન કરીને વિવાદ છેડી ચુક્યા છે.

રણબીર કપૂર
રણબીર કપૂરે ગયા વર્ષે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. રણબીર કપૂરે ફિલ્મ તુ જૂઠી મેં મક્કરમાં શ્રદ્ધા કપૂર સાથે કિસિંગ સીન આપ્યા છે. જેની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે.

દીપિકા પાદુકોણ
ગયા વર્ષે આવેલી દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઈયામાં ઘણા બોલ્ડ સીન અને કિસિંગ સીન હતા. આઓ ફિલ્મમાં દીપિકાએ સિદ્ધાંત ચતુર્વેદી સાથે કિસિંગ સીન આપ્યા હતા અને તે ખુબ વાયરલ થયા હતા.

શાહરૂખ ખાન
જબ તક હૈ જાનમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફના કિસિંગ સીન વાયરલ થયા હતા. આ ફિલ્મમાં શાહરૂખ ખાને લિર લોક કરવા સાથે સાથે બોલ્ડ સીન પણ આપ્યા હતા.

અજય દેવગન
કાજોલ સાથે લગ્ન કર્યા બાદ અજય દેવગન પણ કિસિંગ સીન આપી ચુક્યો છે. ફિલ્મ શિવાયમાં તેને કિસિંગ સીન આપ્યા હતા. આ મુદ્દે કાજોલનું રિએક્શન પણ આવ્યુ હતું.

ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચને એ દિલ હૈ મુશ્કિલમાં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. આ બોલ્ડ સીન આપ્યા બાદ તેના પરિવારમાં વિવાદ થયો હોવાના અહેવાલો પણ આવ્યા હતા.

કરીના કપૂર
કિસિંગ સીન આપવામાં કરીના કપૂર સહેજેય પાછળ નથી. સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીના કપૂરે કિ એન્ડ કા માં અર્જૂન કપૂર સાથે ઘણા કિસિંગ સીન આપ્યા હતા. આ ફિલ્મને લઈને ખુબ ચર્ચા થઈ હતી.

શાહિદ કપૂર
રંગુનમાં સૈફ અલી ખાન સાથે સાથે શાહિદ કપૂરના કિસિંગ સીન પણ ખુબ જ વાયરલ થયા હતા. શાહિદ કપૂરે તેના લગ્ન બાદ આ ફિલ્મમાં કિસિંગ સીન આપ્યા હતા.

કાજોલ
કાજોલની ઈમેજ એક સરળ અભિનેત્રીની છે. જો કે તેને પણ આમીર ખાન સાથે ફનામાં બોલ્ડ સીન આપ્યા હતા. આ ફિલ્મમાંથી બન્નેના બોલ્ડ સીન આજે પણ વાયરલ થઈ રહ્યા છે.

સૈફ અલી ખાન
લગ્ન બાદ સૈફ અલી ખાને રંગુનમાં કિસિંગ સીન આપ્યા હતા. 2017માં આવેલી આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કંગના રનૌતે કિસિંગ સીન આપ્યા હતા. સૈફ બે વખત લગ્ન કરી ચુક્યો છે.












Click it and Unblock the Notifications
