બજેટ પર કેજરીવાલઃ દિલ્લીમાં ઈમાનદાર સરકાર માટે ક્યારેય નુકશાન નથી થયુ, મફત સેવાઓ ચાલુ રહેશે

Arvind Kejriwal On Delhi Budget 2023: દિલ્લીનુ બજેટ બુધવારે નાણામંત્રી કૈલાશ ગહલોતે રજૂ કર્યુ હતુ. આ પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીના બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયાને સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે દિલ્લીના બજેટના વખાણ કર્યા છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં મફત સેવાઓ ચાલુ રહેશે જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગને રાહત મળતી રહે. અમે યમુનાને સાફ કરવા માટે ઝડપી પગલાં લઈ રહ્યા છીએ. આગળ વાંચો કેવી રીતે કેજરીવાલે બજેટને સરળ ભાષામાં સમજાવ્યુ...
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે 2014-15માં દિલ્લી સરકારનું બજેટ 30,940 કરોડ રૂપિયા હતુ, જે હવે વધીને 78,800 કરોડ રૂપિયા થઈ ગયુ છે. તેમણે કહ્યુ કે અમારી પ્રામાણિક સરકારના કારણે જ આ શક્ય બન્યુ છે. તેમણે કહ્યુ કે અમારી સરકાર ઈમાનદાર છે, તેથી આટલી બધી મફત સેવાઓ આપવા છતાં ક્યારેય ખોટ પડી નથી.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે યમુનાની સફાઈ માટે 6 મુદ્દાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 2025ની આગામી ચૂંટણી પહેલા હું તમારી સાથે યમુનામાં ડૂબકી લગાવીશ. ત્રણેય લેન્ડફિલ ડિસેમ્બર 2024 સુધીમાં સાફ કરવામાં આવશે.
કેજરીવાલે કહ્યુ કે આ વર્ષે 1600 નવી ઇલેક્ટ્રિક બસો ખરીદવામાં આવશે. અમે 2025 સુધીમાં દિલ્લીના રસ્તાઓ પર કુલ 10,480 બસો દોડાવવાનુ લક્ષ્ય રાખ્યુ છે. આ દિલ્લીની જરૂરિયાતો માટે પૂરતુ હશે. 2025 સુધીમાં, આ બસોમાંથી 80% - 8,280 - ઇલેક્ટ્રિક હશે. તેમાંથી આ વર્ષે જ 1600 બસો ખરીદવામાં આવશે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે નાણાકીય વર્ષ 2023-24 માટે દિલ્લી સરકારના બજેટમાં દરેક માટે કંઈક છે. અમે અત્યાર સુધી શિક્ષણ, આરોગ્ય અને પાવર સેક્ટરમાં જંગી રોકાણ કર્યુ છે અને આ ચાલુ રહેશે.
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે ભ્રષ્ટાચાર વિરોધી તમામ પગલાં, ફેસલેસ સેવાઓ, સેવાઓની ડોરસ્ટેપ ડિલિવરી ચાલુ રહેશે. સીએમ કેજરીવાલે કહ્યુ કે અમે શિક્ષણ, આરોગ્ય અને વીજળી ક્ષેત્રે જંગી રોકાણ કર્યુ છે. આ બજેટ સ્વચ્છ, સુંદર, આધુનિક દિલ્લી પર ધ્યાન કેન્દ્રિત છે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમે કોઈ ખોટુ કામ કર્યુ નથી. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે પરંતુ અમે તેનાથી ડરીશુ નહીં અને કામ કરતા રહીશુ. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે આઠ બિન-કોંગ્રેસી મુખ્યમંત્રીઓનુ જૂથ બનાવવા માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યુ છે. જો કે, મુખ્યમંત્રીએ કહ્યુ કે આ 2024 માટે રાજકીય પ્લેટફોર્મ નથી પરંતુ શાસન માટેનુ પ્લેટફોર્મ છે.
આ જૂથમાં દિલ્લીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.કે. ચંદ્રશેખર રાવનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
