રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર, કહ્યું-આ વિદેશ નીતિ નહીં, અદાણીના બિઝનેસ વિસ્તરણની નીતિ
અગાણી મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ પીએમ પર સીધો હુમલો કર્યો હતો.
નવી દિલ્હી : અદાણી મુદ્દે ભારત સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ વિદેશમાં અદાણીને લઈને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ત્યારે હવે ભારત સરકારનું મૌન ઘણા સવાલો ઉભા કરી રહ્યું છે. આ મુદ્દે સંસદમાં મોટો હંગામો ચાલી રહ્યો છે ત્યારે હવે રાહુલ ગાંધીએ પીએમ મોદી અને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.

અદાણી મુદ્દે વિપક્ષ સતત આરોપો લગાવી રહ્યું છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળની ભારતની વિદેશ નીતિ અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના હિતો અનુરૂપ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભાની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની વિદેશ મુલાકાતો પછી અદાણીએ ત્યાં જાદુઈ રીતે કોન્ટ્રાક્ટ મેળવ્યા.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, પીએમ મોદીની માત્ર એક મુલાકાતથી અદાણીએ ઇઝરાયેલ અને ભારત વચ્ચેના 90 ટકા સંરક્ષણ સોદા મેળવ્યા. રાહુલ ગાંધીએ ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપતાં કહ્યું કે, પીએમ મોદીએ તે દેશની મુલાકાત લીધી અને જાદુ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અદાણીને USD 1 બિલિયન આપવામાં આવ્યા. અહીં રાહુલ ગાંધીએ વડાપ્રધાનની બાંગ્લાદેશ અને શ્રીલંકાની મુલાકાતની પણ વાત કરી હતી.
રાહુલ ગાંધી સતત આ મુદ્દે પીએમ મોદી પર સવાલ ઉઠાવી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, બાંગ્લાદેશને પાવર વેચવાનો નિર્ણય પીએમ મોદીની બાંગ્લાદેશની પ્રથમ મુલાકાત વખતે લેવામાં આવ્યો. થોડા દિવસો પછી બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે અદાણી સાથે 25 વર્ષનો કરાર કર્યો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, જૂન 2022 માં શ્રીલંકાના સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડના અધ્યક્ષે સંસદીય સુનાવણીમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમને કહ્યું કે PM મોદીએ તેમના પર અદાણીને પવન ઉર્જાનો કોન્ટ્રાક્ટ આપવા દબાણ કર્યું હતું.
અહી રાહુલ ગાંધીએ સરકારની નીતિ પર ગંભીલ સવાલો કરતા કહ્યું કે, આ તમારી વિદેશ નીતિનો સાર છે. આ ભારતની વિદેશ નીતિ નહીં પરંતુ અદાણીની વિદેશ નીતિ છે. આ તેમનો બિઝનેસ વધારવાની વ્યૂહરચના છે. અહીં સરકાર તરફથી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના પ્રહારોનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા, બેશરમ અને અવિચારી આરોપો લગાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે કોંગ્રેસ પોતે મોટા કૌભાંડોમાં સામેલ છે, જેણે દેશની છબી બદનામ કરી છે.












Click it and Unblock the Notifications
