આ તો સેમીફાઇનલ છે, મોદી બનશે વડાપ્રધાન: રાજે
જયપુર, 8 ડિસેમ્બર: રાજસ્થાનના મુખ્યમંત્રી પદની દાવેદાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ વસુંધરા રાજેએ ભાજપને મળી રહેલી બહુમતી પર રવિવારે જણાવ્યું કે લોકો રાજસ્થાન સરકારથી કંટાળી ગઇ હતી, અને તે પાર્ટીની જીતને કાર્યકર્તાઓને સમર્પિત કરે છે.
વસુંધરા રાજેએ પત્રકારોને જણાવ્યું કે 'જનતા રાજસ્થાન સરકારથી કંટાળી ગઇ હતી, હું પાર્ટીની જીતને કાર્યકર્તાઓને સમર્પિત કરું છું.' તેમણે જણાવ્યું કે આ તો સેમીફાઇનલ છે, ફાઇનલ હવે બસ થોડા જ મહિનાઓમાં થશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે ચારેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહી છે. આ બંને રાજ્યોમાં મોદીના પ્રચારની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મોદીએ ફોન કરીને વસુંધરા રાજે અને શિવરાજ સિંહને શુભેચ્છા પણ પાઠવી છે.













Click it and Unblock the Notifications
