આ છોકરાને પાછલા દોઢ વર્ષથી દરરોજ ડંશે છે સાપ!
ફોટામાં તમે જે છોકરાને જોઇ રહ્યા છો તેને પાછલા દોઢ વર્ષથી દરરોજ એક સાપ ડંશે છે. અને આમ કહીને અમે અહીં કોઇ મજાક નથી કરી રહ્યા આ વાત હકીકત છે, તેવું કહેવું છે આ છોકરાના પરિવારજનોનું. આ છોકરા મધ્યપ્રદેશના એક ગામનો નિવાસી છે.
જાણકારી મુજબ આ છોકરાની ઉંમર 12 વર્ષની છે. અને પાછલા દોઢ વર્ષથી એક સાપ તેને પોતાનો શિકાર બનાવે છે. જો કે આ બાળકનો ઇલાજ કરી રહેલા ડોક્ટરનું કહેવું છે કે આ છોકરાના શરીર પર જે નિશાન છે તે સાપના ડંખ નથી પણ કોઇ અન્ય બિમારી છે.

બાળકનું નામ રવિન્દ્ર ચંદ્રવંશી છે. રવિન્દ્રનું કહેવું છે કે પાછલા કેટલાક મહિનાથી દર રોજ એક સાંપ તેને ડંશે છે. અને તે પછી તેના મોઢામાંથી ઝાગ નીકળે છે. અને તે બેહોશ થઇ જાય છે. પણ આ સાપ કોઇને દેખાતો નથી. પણ હાં સાંપના ડંખના નિશાન દેખાય છે અને તે પછી નીકળેલું લોહી પણ લોકોને જરૂરથી દેખાય છે.












Click it and Unblock the Notifications
