105 લગ્ન અને 14 દેશોની પત્નીઓ, જાણો કોણ છે આ વ્યક્તિ જેને કોર્ટે 34 વર્ષની સજા સંભળાવી?
સામાન્ય રીતે તમે લોકોને એકથી વધારે ત્રણ ચાર કે પાંચ લગ્નો કરતા જોયા હશે, પરંતું તમને કોઈ એમ કહે કે એક વ્યક્તિએ 100 લગ્ન કર્યા તો તમને વિશ્વાસ આવે? જો કે આ એક સાચી ઘટના છે અને હવે કોર્ટે તેને મોટી સજા ફટકારી છે.
અહેવાલો અનુસાર, આ વ્યક્તિએ આ તમામ 105 લગ્ન 1949 થી લઈને 1981 સુધી કર્યા. પુરી ઘટનામાં ચૌકાવનારી બાબત એ છે કે આ તમામ લગ્નો તેને નામ બદલીને કર્યા. જીઓવન્ની વિગ્લિઓટો નામના આ વ્યક્તિની આ કરતુત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ છે. તે ડિવોર્સ વગર સૌથી વધુ લગ્ન કરનાર વ્યક્તિ છે.

જીઓવન્નીનું સાચું નામ ફ્રેડ ઝિપ હતું અને તે ભંગારનો વેપારી હતો. તે જુદા જુદા દેશોમાંથી અવિવાહિત મહિલાઓને શોધીને તેમના પ્રેમમાં પડતો અને પછી તેમની સાથે લગ્ન કરતો. થોડા દિવસો પછી તે મહિલાને તેનું જૂનું ઘર વેચવાનું કહેતો અને બધી વસ્તુઓ પોતાની સાથે લઈને થોડા દિવસોમાં પાછા આવવાનું વચન આપીને બીજા દેશમાં ચાલ્યો જતો.
ફ્રેડ બીજા દેશમાં પહોંચ્યા પછી તમામ સામાન વેચી દેતો. આમ કરીને તેણે 100થી વધુ લગ્ન કર્યા પરંતુ તેની 105મી પત્ની તેને શોધતી વખતે અમેરિકાના ફ્લોરિડા શહેરમાં મળી આવી અને તેની કરતુતનો ભાંડો ફુટી ગયો.
આ પછી યુએસ કોર્ટે તેને છેતરપિંડી માટે 28 વર્ષની અને એકથી વધુ લગ્ન કરવા બદલ 6 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે તેને 336,000 ડોલકનો દંડ પણ ફટકાર્યો.












Click it and Unblock the Notifications
