For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

79 વર્ષના આ રિટાયર્ડ પ્રોફેસરે જીવનમાં ક્યારેય નથી કર્યો વિજળીનો ઉપયોગ

પૂણેમાં 79 વર્ષના એક એવા મહિલા પ્રોફેસર રહે છે જેમણે પોતાના સમગ્ર જીવનમાં વિજળીનો ઉપયોગ નથી કર્યો.

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં વિજળી વિના જીવન વિતાવવુ અસંભવ જેવુ છે. પરંતુ પૂણેમાં 79 વર્ષના એક એવા મહિલા પ્રોફેસર રહે છે જેમણે પોતાના સમગ્ર જીવનમાં વિજળીનો ઉપયોગ નથી કર્યો. પ્રોફેસર રહી ચૂકેલા આ મહિલા ડૉ. હેમા સાને છે. તે પોતાના ઘરમાં વિજળી વિના રહે છે. તેમને જીવજંતુ અને વનસ્પતિઓ સાથે ખૂબ પ્રેમ છે. તે વિજળીનો ઉપયોગ એટલા માટે નથી કરતા કારણકે તેમને પ્રકૃતિ સાથે પ્રેમ છે. ડૉ. હેમાને પર્યાવરણથી લગાવ છે અને તે આનાથી દૂર નથી રહેવા ઈચ્છતા. આના સંરક્ષણ સાથે જ જીવના વીતાવવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ સની દેઓલના કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ કન્નડ અભિનેત્રી, જાણો શું છે મામલોઆ પણ વાંચોઃ સની દેઓલના કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ કન્નડ અભિનેત્રી, જાણો શું છે મામલો

માત્ર પાયાગત જરૂરિયાતો સાથે રહે છે ડૉ.હેમા

માત્ર પાયાગત જરૂરિયાતો સાથે રહે છે ડૉ.હેમા

ડૉ. સાને પોતાના જીવન માટે કહે છે કે તે ભોજન અને કપડા અને મકાન જેવી પાયાગત જરૂરિયાતો સાથે રહીને ખુશ છે. તે કહે છે કે હું વિજળી વિના બધા કામ કરુ છુ. તે કહે છે કે તેમની સંપત્તિ કૂતરા, બિલાડી, નોળિયા અને જાનવરોની છે. હું તેમની દેખરેખ માટે છુ.

‘લોકો મને પાગલ કહે છે, ફરક નથી પડતો'

‘લોકો મને પાગલ કહે છે, ફરક નથી પડતો'

હેમા કહે છે કે લોકો મને પાગલ બોલાવે છે પરંતુ મારી જીવવાની રીત બિન્દાસ છે અને હું આ રીતે જ જીવુ છુ. ડૉ. હેમા જંગલ વચ્ચે એક નાની ઝૂંપડીમાં રહે છે. સવારે ચકલીઓના અવાજથી જાગે છે અને સાંજે લેમ્પના અજવાળા સાથે સૂઈ જાય છે.

જ્ઞાનનો ભંડાર છે ડૉ. હેમા સાને

જ્ઞાનનો ભંડાર છે ડૉ. હેમા સાને

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વવિદ્યાલયમાંથી વનસ્પતિ વિજ્ઞાનમાં પીએચડી થયેલા ડૉ. હેમા ઘણા વર્ષો કર ગરવારે કોલેજ પૂણેમાં પ્રોફેસર રહ્યા અને પછી રિટાયર્ડ થયા. તેમણે વનસ્પતિ વિજ્ઞાન અને પર્યાવરણ પર ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તે એકલા રહીને આજે પણ પુસ્તકો લખ્યા કરે છે. કદાચ જ કોઈ એવુ વૃક્ષ કે છોડ હશે જેના વિશે ડૉ. હેમાને માહિતી ન હોય.

English summary
this professor spent all her life without electricity, lives in a hut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X