Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત-કેનેડાના ઝઘડા પાછળ આ મહિલાનો હાથ છે, જાણો કોણ છે આ મહિલા?

એક તરફ મોદી સરકાર જી-20ના સફળ આયોજનની ઉજવણીમાં વ્યસ્ત હતી તો બીજી તરફ આ જ સમયગાળામાં કેનેડા સાથેના સંબંધો તુટવા સુધી પહોંચી ગયા. હવે આ ઝઘડા પાછળ એક મહિલા જવાબદાર હોવાનું કહેવાય છે.

ભારત-કેનેડાના ખરાબ થયેલા સંબંધોનું મુખ્ય કારણ કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓ છે. જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ હવે આ સંબંધો તુટવા સુધી પહોંચ્યા છે.

jodi thomas

ભારતે કેનેડાના આરોપોને ફગાવ્યા છે અને કેનેડાની સરકારે એક ભારતીય રાજદ્વારીને પરત મોકલી દીધા છે. આના જવાબમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા કહ્યું છે.

જણાવી દઈએ કે, કેનેડામાં શીખોની વસ્તી 7,70,000 થી વધુ છે. આ આંકડો દેશની કુલ વસ્તીના બે ટકા છે. જો કે કેનેડાના રાજકીય અને સામાજિક જીવનમાં ખૂબ મહત્વના છે.

જણાવી દઈએ કે, કેનેડામાં ખાલિસ્તાન ચળવળ સતત મજબૂત બની રહી છે અને ટ્રુડો સરકાર તેને કાબૂમાં લેવા કોઈ પ્રયાસ નથી કરી રહી. સ્પષ્ટ છે કે ખાલિસ્તાન આંદોલનને ટ્રુડો સરકારનું સંપૂર્ણ સમર્થન છે.

અહેવાલો અનુસાર, જસ્ટિન ટ્રુડોએ 2015માં તેમની પ્રથમ સરકાર બનાવી ત્યારે તત્કાલિન રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી જોડી થોમસને ખાલિસ્તાની ચળવળને વેગ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ એ જ મહિલા છે જેની આપણે વાત કરી રહ્યા છીએ.

ટ્રુડોની પ્રથમ સરકારમાં ચાર શીખ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની કેબિનેટમાં જેટલા શીખોનો સમાવેશ છે તેટલી સંખ્યા ભારતની કેબિનેટમાં પણ નથી.

આ પછી જોડી થોમસે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને સુરક્ષા પૂરી પાડી. 2017માં તેમને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા ત્યારથી જોડી થોમસ સતત ભારત વિરોધી વલણ અપનાવી રહી છે અને ખાલિસ્તાની ચળવળને પ્રોત્સાહન આપી રહી છે.

જોડી થોમસ જૂન 2023માં જ ભારત પર કેનેડાના મામલામાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એક કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે હું વિદેશી હસ્તક્ષેપ અને આર્થિક સુરક્ષાની વાત કરું છું ત્યારે હવે હું ઘણા સ્ટેટ એક્ટર્સ અને નોન-સ્ટેટ પ્રોક્સીની વાત કરું છું. જેમાં રશિયા, ઈરાન અને ભારત સામેલ છે.

આ સિવાય જોડી થોમસ ઘણા વિવાદોમાં ફસાઈ ચૂકી છે. તેમના પુત્ર પર ગેરકાયદેસર રીતે મોટો લશ્કરી કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ છે. 2021 માં જોડીએ કેનેડિયન સંરક્ષણ ઉદ્યોગના અધિકારીઓને 77 બિલિયન ડોલરના વિવાદાસ્પદ યુદ્ધ જહાજ પ્રોજેક્ટ વિશે પ્રશ્નો ઉઠાવવા સામે ચેતવણી આપી હતી.

આ સિવાય તે ચીનને લઈને આપેલા નિવેદનને લઈને પણ મુશ્કેલીમાં ફસાઈ હતી. કેનેડાની ચૂંટણીમાં ચીનની દખલગીરીનો પર્દાફાશ થયો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે કેનેડામાં 2019 અને 2021ની ચૂંટણીમાં ચીને ઘણા ઉમેદવારોને પૈસા આપ્યા હતા.

આ બાબતની તપાસ માટે ટ્રુડોએ તમામ પક્ષોના સભ્યોની બનેલી એક સમિતિની રચના કરી હતી. સમિતિએ જોડી થોમસની પૂછપરછ કરી ત્યારે તેણે ચૂંટણીમાં ચીનની દખલગીરીનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે તેણે અગાઉ શું કહ્યું હતું તે યાદ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X