કોંગ્રેસમાં જે પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ છે, તેને બહાર જવું પડશે: સલમાન ખુર્શીદ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: કોંગ્રેસ પાર્ટીમાં વડાપ્રધાન પદની ઉમેદવારીને લઇને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નામ પર મતભેદની વાત ધીરે-ધીરે ઉજાગર થઇ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે ચેતાવણી આપી હતી કે જે લોકો પાર્ટીમાં રાહુલ ગાંધીની વિરૂદ્ધ હશે તેમને પાર્ટીમાંથી બહાર જવું પડશે.

સલમાન ખુર્શીદે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં આ વાત કહી હતી. તેમને કહ્યું હતું કે જો કોઇને રાહુલ ગાંધીથી પ્રોબલમ હોય છે તો તેને બહાર જવું પડશે. તેમને કહ્યું હતું કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે અને એવામાં જે પણ રાહુલ ગાંધીની સાથે તાલમેલ નહી બેસાડી ન શકે તો તેને બહાર જવું પડશે. સલમાન ખુર્શીદની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા, રશિદ અલ્વી, ઓસ્કર ફર્નાડિસ જેવા કોંગ્રેસી નેતા ઇચ્છે છે કે રાહુલ ગાંધી જ પીએમ પદના ઉમેદવાર બને.

salman-khurshid

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં આશા વ્યક્ત કરવામાં આવે છે કે 17 તારીખે કોંગ્રેસના અધિવેશનમાં રાહુલ ગાંધીને પાર્ટીના પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે, તો બીજી તરફ આ મુદ્દે મતભેદના સુર રેલાવવા લાગ્યા છે. કેટલાક કોંગ્રેસના નેતા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના વિરૂદ્ધ છે.

તાજેતરમાં રાહુલ ગાંધી જે પ્રમાણે સક્રિય થયા છે તે પણ આ તરફ ઇશારો કરે છે. હવે જો કોંગ્રેસ 17 તારીખે પોતાના અધિવેશનમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરતી નથી તો પણ તેનો સંદેશ એ છે કે રાહુલ ગાંધી જ તેનો ચહેરો છે.

English summary
Amid reports that a section of its top leaders are against naming Rahul Gandhi as the prime ministerial candidate of the party, senior Congress leader Salman Khurshid on Thursday warned that those who have a problem with the party vice president will have to go.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.