મોહબ્બત કા હિન્દુસ્તાન બનાવવા માંગતા હોય તે ભારત જોડો યાત્રામાં જોડાય-રાહુલ ગાંધી
રાહુલ ગાંધી સતત બીજેપી અને આરએસએસ મુદ્દે પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધીને બીજેપી-RSSને પોતાના ગુરૂ ગણાવ્યા હતા.
નવી દિલ્હી : રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર અને બીજેપીને સતત ઘેરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ ફરી એક વખત વિપક્ષને લઈને મોટી વાત કરી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને સફળ ગણાવી હતી અને કહ્યું કે આ એક જીવીત વસ્તુ છે અને એમાં એક અહેસાસ છે.

રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી અને બીજેપી અને આરએસએસને પોતાના ગુરૂ ગણાવ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા આરએસએસ-ભાજપના મિત્રોનો આભાર, જેમણે મારા પર હુમલો કર્યો. હું ઈચ્છું છું કે તેઓ મારા પર વધુ હુમલો કરે. હું તેમને ગુરુ માનું છું. તેમણે મને શીખવ્યું કે રાજકારણમાં શું ન કરવું?
2024 લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાની વાતો થઈ રહી છે ત્યારે રાહુલ ગાંધીએ આ એકતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષના નેતાઓ અમારી સાથે છે એમાં કોઈ શંકા નથી, પરંતુ દરેક પક્ષની પોતાની રાજકીય મજબૂરીઓ હોય છે. ભારત જોડો યાત્રામાં કોઈ આવે કે નહીં તે તેમના પર નિર્ભર છે. આ યાત્રામાં દરેકનું સ્વાગત છે. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે કોઈને અમારી સાથે જોડાતાં નહીં રોકીએ. જો અખિલેશ, માયાવતી અને અન્ય લોકો મોહબ્બત કા હિન્દુસ્તાન બનાવવા માગતા હોય અને વિચારધારા વચ્ચે જોડાણ હોય તો બધા તેમાં જોડાશે.
અહીં રાહુલ ગાંધીએ સરકારની નિષ્ફળતા મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા છે પરંતુ યાત્રા દ્વારા મારો ઉદ્દેશ્ય દેશને વિકલ્પ આપવાનો છે. અમે દેશને જીવન જીવવાની નવી રીત આપવા માંગીએ છીએ. પોતાની વિરુદ્ધના અભિયાન પર રાહુલે કહ્યું કે કોઈ પણ અભિયાન કે પૈસા સત્યને છુપાવી શકતા નથી.












Click it and Unblock the Notifications
