For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાના મુદ્દે કરૂણાનિધીએ UPA સાથે છેડો ફાડવાની ધમકી આપી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

karunanidhi
ચેન્નઇ, 17 માર્ચ: ડીએમકે પ્રમુખ એમ કરૂણાનિધીએ શનિવારે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવતાં કહ્યું હતું કે તેને જેનેવામાં આગામી સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી)ની બેઠકમાં શ્રીલંકા વિરૂદ્ધ કડક પગલાં ભરવાં જોઇએ. તેમને ત્યાં સુધી કહી દિધું હતું કે તેમના અનુરોધ પર ધ્યાન આપવામાં નહી આપવામાં નહી આવે તો કેન્દ્ર સરકારમાં રહેવાનો કોઇ અર્થ નથી.

શુક્રવારે રાત્રે કરૂણાનિધીએ કહ્યું હતું કે ભારતે અમેરિકી પ્રસ્તાવમાં સંશોધન કરવા માટે પગલાં ભરવા જોઇએ અને તેમાં આ સમાવેશ કરવો જોઇએ કે શ્રીલંકામાં (તમિળોના) વ્યાપક નરસંહાર માટે જવાબદાર ગુનેગારોની ઓળખ કરવી જોઇએ. તેમના વિરૂદ્ધ આંતરાષ્ટ્રીય તપાસ કરવી જોઇએ અને સમયબદ્ધ આધાર પર યોગ્ય પગલાં ભરવાં જોઇએ. તેમને કહ્યું હતું કે આ અનુરોધ પર ધ્યાન આપવામાં નહી આવે તો, ડીએમકે માટે સરકારમાં રહેવાનો કોઇ અર્થ નથી.

શનિવારે કરૂણાનિધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમની શુક્રવારની ચેતાવણી ધ્યાન આપ્યું નથી. તેમને કહ્યું હતું કે માટે અમે (શનિવારે) નિવેદન જાહેર કર્યું છે. અમે જરૂરી દબાણ બનાવ્યું છે.

તેમને કહ્યું હતું કે ડીએમકેએ કેન્દ્ર સરકારને જેનેવા માટે પોતાનો પક્ષ નિર્ધારિત કરવા માટે સમય સીમા આપી નથી, આ મહિનામાં જેનેવામાં શ્રીલંકા પર અમેરિકા પ્રસ્તાવ પર મતદાન થવાનું છે.

English summary
M. Karunanidhi on Saturday said that in the past such pressure tactics from him had produced the desired results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X