Video: 3 જવાન હેલિકૉપ્ટરમાંથી નીચે પટકાયા, તપાસ ચાલુ
સેના દિવસની પરેડના અભ્યાસ દરમિયાન ત્રણ ભારતીય જવાનો ઇજાગ્રસ્ત હેલિકૉપ્ટરમાંથી નીચે ઉતરતાં દોરી તૂટી આ ઘટનાનો વીડિયો વાયરલ, જુઓ અહીં...
15 જાન્યુઆરીના રોજ સેના દિવસે યોજાનાર પરેડ માટે અભ્યાસ કરતી વેળાએ સેનાના ત્રણ જવાન હેલિકૉપ્ટરમાંથી પડતા ઇજાગ્રસ્ત થયા છે. નવી દિલ્હીમાં ધ્રુવ હેલિકૉપ્ટરમાંથી ઉતરતા અભ્યાસ કરી રહેલ 3 જવાન અચાનક દોરી તૂટવાને કારણે ઊંચાઇએથી નીચે પડ્યા હતા. જો કે, સેના અનુસાર આ જવાનોને કોઇ ગંભીર ઇજા પહોંચી નથી. સેના તરફથી આ મામલે અધિકૃત નિવેદન આપવામાં આવ્યું છે. સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે, 9 જાન્યુઆરીના રોજ બનેલ આ ઘટનામાં જે ત્રણ જવાન ઇજાગ્રસ્ત થયા હતા, તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.આ મામલાની તપાસ શરૂ થઇ ગઇ છે.

આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, જવાન હેલિકૉપ્ટરમાંથી નીચે ઉતરી રહ્યા છે. બે જવાન સરળતાથી લેન્ડ કરે છે, ત્રીજો જવાન નીચે પહોંચે એ પહેલા જ બે અન્ય જવાનો સાથેની દોરી તૂટતા ત્રણેય નીચે પટકાય છે. ભારતીય સેનાના પહેલા કમાન્ડર ઇન ચીફ લેફ્ટિનેંટ જનરલ કે.એમ.કરિયપ્પાના સન્માનમાં વર્ષ 1949થી ઉજવવામાં આવે છે. દર વર્ષે સેનાના તમામ કમાન્ડ હેડક્વોર્ટર અને દેશની રાજધાની દિલ્હીમાં આર્મી પરેડ અને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
3 Indian Army soldiers fall from Dhruv chopper after rapple snaps during slithering ops rehearsal for Army Day parade in news delhi. pic.twitter.com/fjitbQPbjn
— Rahul yadav (@raya1100) January 11, 2018
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
