For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ભાજપના વધુ 3 ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Karnataka-legislature
બેંગ્લોર, 5 એપ્રિલ: કર્ણાટકમાં સત્તાધારી ભાજપને વધુ એક ઝાટકો લાગ્યો છે, ભાજપના ત્રણ ધારાસભ્યોએ પાર્ટીને ટાટા બાય-બાય કહી દિધું છે. તે હવે કોઇ અન્ય પક્ષમાં જોડાવવાના જુગાડમાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જે ત્રણ ધારાસભ્યોએ ભાજપ સાથે છેડો ફાડી દિધો છે. તેમાં એમ વીરૂપક્ષમ્મા અને એસ વી રામચંદ્ર બી એસ યેદુયુરપ્પાની પાર્ટી કર્ણાટક જનતા પક્ષ (કેજેપી)ના ઉમેદવાર બનેશે તે નક્કી છે જ્યારે રાજૂ ગૌડા ઉર્ફે નરસિંહા નાયક જનતા દળ સેક્યૂલરના સંપર્કમાં છે. કોંગ્રેસમાં સામેલ થવાના સંકેત આપતાં ગૌડાએ તાજેતરમાં જ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. એવું લાગે છે કે તે કોંગ્રેસની ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે.

આ દરમિયાન ભાજપ અહી 8 એપ્રિલના રોજ એક રેલી કરવાની છે જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, લોકસભામાં વિપક્ષ નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભાના વિપક્ષના નેતા અરૂણ જેટલી પણ ભાગ લેશે. કર્ણાટક વિધાનસભાની ચુંટણી 5 મેના રોજ યોજાવવાની છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
In continuing desertions from the ruling BJP in poll-bound Karnataka, three more MLAs on Thursday quit it eyeing to join other parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X