ઓટો ડ્રાઈવર સહિત ત્રણ લોકોએ વિદ્યાર્થિની સાથે કર્યો ગેંગરેપ, વીડિયો પણ બનાવ્યો
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં B.Com ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, તે ઘરેથી યુનિવર્સિટીમાં પરીક્ષા ફોર્મ ભરવા માટે આવી હતી.
આગ્રા, 8 માર્ચ : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં B.Com ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, તે ઘરેથી યુનિવર્સિટીમાં પરીક્ષા ફોર્મ ભરવા માટે આવી હતી.
આ દરમિયાન ઓટો ચાલક તેને ઘઉંના ખેતરમાં લઈ ગયો હતો, ત્યાં તેણે અને તેના બે સાથીઓએ તેની સાથે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આ દરમિયાન આરોપીએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
આવા સમયે, હવે આ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીની ધરપકડ કરી છે અને ત્રીજો આરોપી હજૂ ફરાર છે. પોલીસે તેને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે.

રવિવાર હોવાને કારણે બંધ હતી કોલેજ
આ મામલો એતમાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ટુંડલાની યુવતી (21) B.Com ની વિદ્યાર્થિની છે અને એતમાદપુર વિસ્તારનીકોલેજમાં અભ્યાસ કરે છે.
રવિવારની સવારે તે (પીડિતા) તેના કાકા સાથે ટુંડલાથી આગ્રા તેનું પરીક્ષા ફોર્મ ભરવા માટે આવી હતી. જોકે, રવિવાર હોવાથી કોલેજ બંધહતી. આના પર તે તેના કાકા સાથે ફતેહાબાદ રોડ પરના તેના ઘરે ગઈ હતી.
બપોરના એક વાગ્યાની આસપાસ કાકાએ તેને રામબાગ ચોકડી પર ઉતાર્યો હતો. અહીંથીતે ઓટોમાં ટુંડલા જવા નીકળ્યો હતો. પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ઓટો ડ્રાઈવર તેને એકલી લઈ ગયો અને મોબાઈલ ફોન પર વાત કરવા લાગ્યો હતો.
આ દરમિયાન ઓટો ચાલકે વધુ બે યુવકોને સર્વિસ રોડ પરથી સાથે લીધા હતા. થોડે દૂર ચાલ્યા બાદ તેને ઘઉંના ખેતરમાં ખેંચી ગયો અને તેની સાથે સામૂહિકબળાત્કાર કર્યો હતો.
આ દરમિયાન યુવકોએ તેના મોબાઈલથી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તેમજ ફરિયાદીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
આરોપીએ તેણીને એફએચ મેડિકલ કોલેજની બહાર છોડી દીધી હતી. અહીંથી ઘરે પહોંચેલી પીડિતાએ પરિવારને પોતાની આપવીતી સંભળાવી હતી. સંબંધીઓનીફરિયાદના આધારે એતમાદપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

હાથથી લખેલા નામથી કરી ઓળખ
પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, જ્યારે તે આગળ આવશે ત્યારે તે ત્રણેય આરોપીઓને ઓળખી લેશે. તેમાંથી એકના હાથ પર ભુરા યાદવ નામ લખેલું છે.
પીડિતાએજણાવ્યું કે, ઓટો ડ્રાઈવરના બે સાથી ઓટોમાં સવાર થયા હતા. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ વિદ્યાર્થિનીએપ્રથમ ટુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

પોલીસે શું કહ્યું?
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ કુમારના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપી ભૂરા અને યશપાલે પૂછપરછ દરમિયાન ઘટનાની કબૂલાત કરી છે. તેમણેજણાવ્યું કે, તેમના ત્રીજા પાર્ટનર યોંગેન્દ્રએ તેના મોબાઈલથી વીડિયો બનાવ્યો હતો. તે ફરાર છે.
હવે પોલીસ તેની ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે. તેની ધરપકડબાદ મોબાઈલ મહત્વનો પુરાવો બની જશે. આવા સમયે, એસપી (પશ્ચિમ) સત્યજીત ગુપ્તાએ કહ્યું કે, એક પીડિતાએ પોલીસ સ્ટેશન એતમાદપુરમાં ગેંગ રેપના સંબંધમાંફરિયાદ આપી છે.
પીડિતાએ જણાવ્યું કે, 3 લોકોએ તેની સાથે રેપ કર્યો છે. તહરિર પર કાર્યવાહી કરીને અમે 2 લોકોની ધરપકડ કરી છે. આગળની કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
