દાઉદ ઇબ્રાહિમની 3 સંપત્તિઓની હરાજી, 9 કરોડમાં વેચાઇ

Written By:
Subscribe to Oneindia News

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિની હરાજી મંગળવારે યોજાઇ હતી, તેની ત્રણ સંપત્તિ 9 કરોડમાં વેચાઇ હતી. આ ત્રણેય સંપત્તિઓ મુંબઇમાં છે, જેમાં રોનક એફરોઝ હોટલ, ડાંબરવાલા બિલ્ડિંગ અને શબનમ ગેસ્ટ હાઉસનો સમાવેશ થાય છે. સેફી બુરહાની ટ્રસ્ટે આ ત્રણેય સંપત્તિઓ 9.5 કરોડમાં ખરીદી છે. આ ટ્રસ્ટે ભિંડી બજારની બે માળની ઇમારતના 5 ખંડ પણ ખરીદ્યા છે.

Dawood

આ પહેલા પણ આ સંપત્તિઓની હરાજી થઇ હતી, પરંતુ ત્યારે ખરીદદાર નહોતા મળ્યા. આ ત્રણેય સંપત્તિઓમાં રોનક અફરોઝ હોટલ ખાસ છે. ગત સમયે એક પત્રકાર એસ.બાલાકૃષ્ણને રોનક અફરોઝ હોટલ 4 કરોડ 28 લાખમાં ખરીદી હતી, પરંતુ તેઓ આ રકમ ચૂકવી નહોતા શક્યા. આ હરાજી માટે દેશભરમાંથી અનેક મોટા રોકાણકારોએ અરજી કરી હતી, જેમાંથી સેફી બુરહાની ટ્રસ્ટે(એસબીયૂટી)એ ત્રણ સંપત્તિઓ માટે અરજી કરી હતી. ચર્ચગેટ સ્થિત આઈએમસી બિલ્ડિંગમાં સવારે 10 વાગે હરાજી શરૂ થઇ હતી. સ્મગલર એન્ડ ફૉરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ(ફૉરફીચર ઓફ પ્રોપર્ટી) એક્ટ 'સાફીમા' હેઠળ આ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Mumbai

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1993માં મુંબઇમાં થયેલ શ્રેણીબદ્ધ વિસ્ફોટના આરોપી એવા દાઉદ ઇબ્રાહિમની કુલ 10 સંપત્તિ સીબીઆઇ દ્વારા જપ્ત કરવામાં આવી હતી, જેમાંથી ત્રણની હરાજી મંગળવારે થઇ હતી. મુંબઇમાં દાઉદ ઇબ્રાહિમની 6 સંપત્તિઓ છે. ભિંડી બજારમાં બનેલ ડબલ સ્ટોરી બિલ્ડિંગની આધાર કિંમત 1 કરોડ 21 લાખ રાખવામાં આવી હતી. હોટલ રોનક અફરોઝ માટે 1 કરોડ 18 લાખની આધાર કિંમત નક્કી થઇ હતી અને પર્લ હાર્બરમાં બનેલ એક ફ્લેટની આધાર કિંમત 92 લાખ 69 હજાર રાખવામાં આવી હતી.

English summary
Three properties in the name of Dawood Ibrahim to be auctioned today in mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.