Bihar: રામ નવમી પર ગંગા સ્નાન કરવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, સીએમ નીતિશ કુમારે 4-4 લાખની સહાયની કરી જાહેરાત
બિહારના રાજધાની પટનાના મોકામા જેવી રીતે રામનવમીના દિવસે નદીમાં ડૂબવાથી ત્રણ યુવકની મૃત્ય થયા તેના પર મુખ્યમંત્રી દુખ વ્યક્ત કર્યુ હતુ. નીતિન કુમારે આ ઘટનાને દખદ ગણાવતા તેમના પરિવાર જનોને સહાય આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ મૃતકના પરિજનોને 4-4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રએ ટ્વીટ કરીને લખ્યુ કે, પટનાના મોકામા થાણા વિસ્તારમાં મેકરામાં ગંગા નદીમાં 3 લોકોના ડૂબવાથી મૃત્યુ દુખદ છે. શોક સંતપ્ત અને પરિવારજનોને દુખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાથના ઇશ્રવને ને કરી છે. તમામ મૃતકોના નજીકના પરિજનોને સહાયની આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, મોકામાના પ્રખંડના મેગરા ગામમાં રામ નવમીના અવસર પર પાંચ મિત્રો નદીમા સ્નાન કરવા માટે ગયા હતા. પરંતુ આ દરમિયાન યુવકોની ગંગામાં ડૂવાથી મોત થઇ ગઇ હતી. આ ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મૃતકોની ઓળખ શ્યામ કુમાર, શિવમ કુમાર, આયુષ કુમાર તરીકે થઇ હતી. ત્રણ શબો મળી આવ્યા છે. મામલાની જાણકારી સ્થાનિક પોલીસને આપી દેવામાં આવી છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામા આવ્યા છે.
રિપોર્ટ અનુસાર રામનવમીના અવસર પર ગંગા નદીમાં સ્નાન માટે ઘણઆ લોકોમેકર સ્થિત ગંગા નદી પહોચ્યા હતા. આ દરમિયાન આ દુર્ઘટના બની હતી. અંહિયા પાંચ દોસ્ત ગંગા સ્નાન માટે આવ્યા હતા. પરતુ યુવકોને ઉડાઇને અંદાજ ના લગાવી શક્યા જ્યા સુધીમાં તે કઇ સમજી શકે ત્યાર સુધીમાં તે ડૂબવા લાગ્યા હતા. જો કે રામનવમીના લીધે અંહિયા લોકો પણ હાજર હતા. જેના લીધે બે યુવકોને બચાવી લેવામા આવ્યા પરંતુ ત્રણ યુવકોના મૃત્યુ થયા છે.












Click it and Unblock the Notifications
