ઠગ સુકેશે કોર્ટ બહાર જેક્લીન ફર્નાન્ડીસને Happy Valentine’s Day કહ્યું, જાણો બીજુ શું કહ્યું?

મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર પર 2 કરોડથી વધુની છેત્તરપીંડિનો આરોપી છે. જેક્લીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી સાથે તેના સંબંધોને લઈને વિવાદોમાં રહેલા સુકેશે હવે જેક્લીન ફર્નાન્ડીસને વેલેન્ટાઈન વિશ કર્યુ છે.

નવી દિલ્હી : કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસનો આરોપી સુકેશ ચંદ્રશેખર ફરીથી તેની હરકતો માટે ચર્ચામાં આવ્યો છે. સુકેશે તિહાર જેલમાંથી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને વેલેન્ટાઈન વિશ કર્યુ છે. જેકલીન ફર્નાન્ડીઝનો ઉલ્લેખ કરતા સુકેશે કહ્યું કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે તેને બચાવવાનો પ્રયાસ કરો છો. મારા તરફથી વેલેન્ટાઈન ડેની શુભકામનાઓ.

jacqueline fernandez

મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર પર 2 કરોડથી વધુની છેત્તરપીંડિનો આરોપી છે. જેક્લીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી સાથે તેના સંબંધોને લઈને વિવાદોમાં રહેલા સુકેશે હવે જેક્લીન ફર્નાન્ડીસને વેલેન્ટાઈન વિશ કર્યુ છે. NIA કોર્ટમાંથી બહાર જતી વખતે પત્રકારો સાથે વાત કરતા સુકેશને પૂછવામાં આવ્યું કે શું તેને અભિનેત્રી નોરા ફતેહીને પૈસાની ઓફર કરી છે? આના જવાબમાં સુકેશે કહ્યું કે, હું સોનું ખોદનારાઓ પર ટિપ્પણી કરતો નથી.

કરોડો રૂપિયાની ઉચાપત અને વેપારીની પત્ની સાથે છેતરપિંડીના કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખરને મંગળવારે મકોકાની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો હતો. અહીં કેસ જોડાયેલ તેમની મિલકતોની હરાજી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. દિલ્હીની એક કોર્ટે બુધવારે તિહાર જેલના ત્રણ અધિકારીઓને છ દિવસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલી દીધા છે. સુકેશ ચંદ્રશેખરની મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સુકેશ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

2021માં સુકેશના કાંડ ખુલ્લા પડ્યા હતા. ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. સુકેશ દિલ્હીની રોહિણી જેલમાં બંધ હતો અને જેલની અંદર ઐય્યાસી કરતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X