સર્વે: ગુજરાતમાં મોદીનું વાવાઝોડું, મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો!

નવી દિલ્હી, 25 જુલાઇ : ભારતીય જનતા પાર્ટી ઘણી વખત કહી ચૂકી છે કે નરેન્દ્ર મોદી દેશમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ પોતે કહી ચૂક્યા છે કે પાર્ટીમાં નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા છે. સૂત્રો અનુસાર સીએસડીએસ-સીએનએન આઇબીએન અને ધ હિન્દુના સર્વે પ્રમાણે તથ્યો કંઇક જુદા જ સામે આવ્યા છે. ગુજરાતમાં 64 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ નરેન્દ્ર મોદીના રાજમાં સંતુષ્ટ છે પરંતુ મધ્ય પ્રદેશમાં 82 ટકા વોટર્સ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના શાસનકાળથી ખુશ છે અને 75 ટકા વોટર્સ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહથી ખુશ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની પકડ છે.

મોદી કરતા ચૌહાણ અને રમણસિંહ આગળ
આ સર્વેથી સ્પષ્ટ થાય છે કે નરેન્દ્ર મોદી પોતાના રાજ્યમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહની બરાબરી કરી શક્યા નથી. એટલે કે પોતાના રાજ્યમાં લોકપ્રિયતાની ટકાવારીમાં શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશમાં અને રમણસિંહ છત્તીસગઢમાં મોદી કરતા આગળ છે. જોકે ગુજરાતમાં દરેક તરફ નરેન્દ્ર મોદીનો જ સિક્કો ચાલે છે, એમાં કોઇ બેમત નથી. લોકસભા ચૂંટણી હાલમાં જ યોજાય તો ગુજરાતમાં ભાજપના મતોમાં 9 ટકાનો વધારો થઇ શકે છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી આગ
જ્યારકે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી ગઠબંધન બીજેપી-શિવસેના પર ભારે છે. જ્યાં સુધી ઠાકરે પરિવારનો સવાલ છે લોકો ઇચ્છે છે કે બંને ભાઇ એક સાથે રહે. એટલું જ નહીં રાજકીય ક્ષેત્રે રાજ ઠાકરેની પકડ મજબૂત છે.

વિરોધીયો કરતા મોદી આગળ
ગુજરાતમાં નરેન્દ્ર મોદી જેવા સૌથી મોટો મુદ્દો છે અને પોતાના વિરોધીઓથી ઘણા આગળ છે. ગુજરાતમાં જો હાલમાં જ ચૂંટણી યોજાશે તો ગુજરાતની 26 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 2 બેઠકથી 6 બેઠક મળી શકે છે જ્યારે ભાજપને 20થી 24 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે અન્યને કોઇ બેઠક નથી મળી રહી.

શું મોદીને બનાવવા જોઇએ PM ઉમેદવાર?
મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા એ કેટલું યોગ્ય છે, અમે આ સવાલ ગુજરાતમાં પણ પૂછ્યો અને આખા દેશમાં પણ. ગુજરાતમાં 49 ટકા લોકોએ હા કહ્યું, જ્યારે 24 ટકા લોકોએ ના કહીં, જ્યારે 27 ટકા લોકોએ કોઇ મત ના આપ્યો.

જો મોદી બને PM, તો ગુજરાતમાં કોણ બને CM?
એ પણ સર્વે કરવામાં આવ્યો કે મોદી જો પ્રધાનમંત્રી બની જાય છે તો ગુજરાતના મુખ્યમંત્રી કોને બનવું જોઇએ? 9 ટકા લોકોએ જણાવ્યું કે અમિત શાહે, 7 લોકોએ જણાવ્યું કે આનંદીબેન પટેલે, 4 ટકા લોકોએ કેશુભાઇ પટેલ અને 2 ટકા લોકોએ કહ્યું કે શંકરસિંહ વાઘેલા, જ્યારે 10 ટકા લોકો જુદા-જુદા નેતાઓના નામ લઇ રહ્યા છે, જ્યારે 61 ટકા લોકોએ પોતાનો કોઇ મત આપ્યો નહીં.

મોદી કરતા ચૌહાણ અને રમણસિંહ આગળ

મોદી કરતા ચૌહાણ અને રમણસિંહ આગળ

આ સર્વેથી સ્પષ્ટ થાય છે કે નરેન્દ્ર મોદી પોતાના રાજ્યમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહની બરાબરી કરી શક્યા નથી. એટલે કે પોતાના રાજ્યમાં લોકપ્રિયતાની ટકાવારીમાં શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશમાં અને રમણસિંહ છત્તીસગઢમાં મોદી કરતા આગળ છે. જોકે ગુજરાતમાં દરેક તરફ નરેન્દ્ર મોદીનો જ સિક્કો ચાલે છે, એમાં કોઇ બેમત નથી. લોકસભા ચૂંટણી હાલમાં જ યોજાય તો ગુજરાતમાં ભાજપના મતોમાં 9 ટકાનો વધારો થઇ શકે છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી આગળ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી આગળ

જ્યારકે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી ગઠબંધન બીજેપી-શિવસેના પર ભારે છે. જ્યાં સુધી ઠાકરે પરિવારનો સવાલ છે લોકો ઇચ્છે છે કે બંને ભાઇ એક સાથે રહે. એટલું જ નહીં રાજકીય ક્ષેત્રે રાજ ઠાકરેની પકડ મજબૂત છે.

વિરોધીઓ કરતા મોદી આગળ

વિરોધીઓ કરતા મોદી આગળ

ગુજરાતમાં નરેન્દ્ર મોદી જેવા સૌથી મોટો મુદ્દો છે અને પોતાના વિરોધીઓથી ઘણા આગળ છે. ગુજરાતમાં જો હાલમાં જ ચૂંટણી યોજાશે તો ગુજરાતની 26 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 2 બેઠકથી 6 બેઠક મળી શકે છે જ્યારે ભાજપને 20થી 24 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે અન્યને કોઇ બેઠક નથી મળી રહી.

શું મોદીને બનાવવા જોઇએ PM ઉમેદવાર?

શું મોદીને બનાવવા જોઇએ PM ઉમેદવાર?

મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા એ કેટલું યોગ્ય છે, અમે આ સવાલ ગુજરાતમાં પણ પૂછ્યો અને આખા દેશમાં પણ. ગુજરાતમાં 49 ટકા લોકોએ હા કહ્યું, જ્યારે 24 ટકા લોકોએ ના કહીં, જ્યારે 27 ટકા લોકોએ કોઇ મત ના આપ્યો.

જો મોદી બને PM, તો ગુજરાતમાં કોણ બને CM?

જો મોદી બને PM, તો ગુજરાતમાં કોણ બને CM?

એ પણ સર્વે કરવામાં આવ્યો કે મોદી જો પ્રધાનમંત્રી બની જાય છે તો ગુજરાતના મુખ્યમંત્રી કોને બનવું જોઇએ? 9 ટકા લોકોએ જણાવ્યું કે અમિત શાહે, 7 લોકોએ જણાવ્યું કે આનંદીબેન પટેલે, 4 ટકા લોકોએ કેશુભાઇ પટેલ અને 2 ટકા લોકોએ કહ્યું કે શંકરસિંહ વાઘેલા, જ્યારે 10 ટકા લોકો જુદા-જુદા નેતાઓના નામ લઇ રહ્યા છે, જ્યારે 61 ટકા લોકોએ પોતાનો કોઇ મત આપ્યો નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X