વાવાઝોડાનું સંકટ, 23 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ

દેશના ઘણા રાજ્યોમાં વાવાઝોડાનું સંકટ હજુ તોળાઈ રહ્યુ છે. મંગણવારે રાતે પાકિસ્તાનથી રાજસ્થાન, હરિયાણા થઈને દિલ્હીમાં આવેલા ઝડપી પવનોને કારણે ફરી એક વાર હવામાનમાં પલટો આવ્યો છે.

દેશના ઘણા રાજ્યોમાં વાવાઝોડાનું સંકટ હજુ તોળાઈ રહ્યુ છે. મંગણવારે રાતે પાકિસ્તાનથી રાજસ્થાન, હરિયાણા થઈને દિલ્હીમાં આવેલા ઝડપી પવનોને કારણે ફરી એક વાર હવામાનમાં પલટો આવ્યો છે. જેના કારણે દિલ્હી અને તેની સાથે જોડાયેલા અમુક રાજ્યોમાં વાવાઝોડુ અને વરસાદ ચાલુ થયો છે. જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. હવામાન વિભાગનું કહેવુ છે કે 13-14 મે ના રોજ ફરીથી તોફાન આવી શકે છે. આના કારણે 23 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવી છે.

વેધર સિસ્ટમ પૂર્વ તરફ ફંટાઈ

વેધર સિસ્ટમ પૂર્વ તરફ ફંટાઈ

હવામાન વિભાગના ભવિષ્યવાણી વિભાગે જણાવ્યું છે કે હવે વેધર સિસ્ટમ પૂર્વ તરફ ફંટાઈ ગયુ છે. આની સૌથી વધુ અસર બિહાર અને પશ્ચિમ બંગાળમાં રહેશે. દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને પૂર્વોત્તર રાજ્યોમાં વાવાઝોડાની સંભાવના છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્ર અને તેલંગાનામાં વીજળી સાથે છાંટા પડશે અને એટલા માટે અહીંના લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

હવામાનનો મિજાજ કેમ બદલાયો?

હવામાનનો મિજાજ કેમ બદલાયો?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગર તરફથી આવી રહેલી નરમ હવાઓ અને મેદાની વિસ્તારમાં પડી રહેલ ભયંકર ગરમીના આ કારણે આ વેધર સિસ્ટમ બની છે. આ મેદાની વિસ્તારમાં વાવાઝોડુ-વરસાદ આવ્યો. સોમવારે આ વાવાઝોડુ પહાડી વિસ્તાર તરફ ફંટાઈ ગયુ. જેના કારણે ત્યાં બરફવર્ષા તેમજ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.

ધૂળના ડમરીઓ સાથે વાવાઝોડુ

ધૂળના ડમરીઓ સાથે વાવાઝોડુ

મંગળવારે મોડી સાંજે દિલ્હીની બહારના વિસ્તારો અને નોઈડામાં ધૂળની ડમરીઓ સાથેનું વાવાઝોડુ આવ્યુ હતુ, હરિયાણાના કરનાલ, કુરુક્ષેત્ર અને ફતેહાબાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો અને કરા પડવાના પણ સમાચાર છે. વળી, શિમલામાં પણ બરફવર્ષા થઈ, ઉત્તરાખંડથી પણ ઝડપી પવનો ફૂંકાવાના અને વરસાદ પડવાના સમાચાર છે.

દિલ્હીની બહારાના વિસ્તારમાં આવ્યુ તોફાન

દિલ્હીની બહારાના વિસ્તારમાં આવ્યુ તોફાન

દિલ્હીની બહારના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડુ આવ્યુ. આના કારણે ઘણા વિસ્તારોમાં વિજળી ડૂલ થઈ ગઈ હતી. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે પરંતુ કોઈ જગ્યાએથી નુકશાનના સમાચાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X