મેદાનમાં ખેલાડી, સ્ટેડિયમમાં પ્રેક્ષકોનો છવાયો જાદૂ, આજના ખાસ ન્યૂઝ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો સોનિયા ગાંધીએ રાજસ્થાનમાં થર્મલ પાવર સ્ટેશનનું શિલાન્યાસ કર્યું હતું, તો બીજી તરફ કાર્ડિફમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ મેચ રમાઇ હતી. જે દરમિયાન ભારતીય પ્રેક્ષકોએ મસ્તી કરી હતી. જ્યારે વરસાદના કારણે હજુ ભારતના કેટલાક વિસ્તારોમાં તબાહી મચી છે અને વિસ્તારો પાણીમાં ગરક છે. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

લતા મંગેશકરની બાયોગ્રાફી

લતા મંગેશકરની બાયોગ્રાફી

મુંબઇમાં ગાયિકા લતા મંગેશકરની બાયોગ્રાફી અક્ષય ગાનેને તેમના ભાઇ મ્યુઝિક ડિરેક્ટર અને ગાયક હ્રિદયનાથ મંગેશકરે લોન્ચ કરી હતી. જે સમયે ફિલ્મ નિર્માતા આષુતોષ ગોવારીકર હાજર રહ્યાં હતા.

પાણીમાં ફસાયા વાહનો

પાણીમાં ફસાયા વાહનો

નવી દિલ્હીમાં યમુના નદીમાં આવેલા પૂરનું પાણી નજીકના રિંગ રોડ પર ફરી વળ્યા હતા, જેમાં વાહનો ફસાયા હતા.

12મી પંચવર્ષીય યોજનાની પુનરચના

12મી પંચવર્ષીય યોજનાની પુનરચના

નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની 12મી પંચવર્ષીય યોજનાની પુનરચના પછી એક પત્રકાર પરિષદને સંબોધી રહેલા આયોજનપંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહુવાલિયા સાથે બીકે ચતુર્વેદી અને આઇબી મંત્રી મનિષ તિવારી.

થર્મલ પાવર સ્ટેશનનું શિલાન્યાસ

થર્મલ પાવર સ્ટેશનનું શિલાન્યાસ

રાજસ્થાનના સુરતગઢ ખાતે સુપર ક્રિટિકલ થર્મલ પાવર સ્ટેશનના બે યુનિટના શિલાન્યાસ વખતે હાજર રહેલા યુપીએ ચેરપરસન સોનિયા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત.

ભાગ મિલખા ભાગનું મ્યુઝિક લોન્ચ

ભાગ મિલખા ભાગનું મ્યુઝિક લોન્ચ

મુંબઇમાં ભાગ મિલખા ભાગ ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે તકે પૂર્વ એથલેટ મિલખા સિંહ, અભિનેત્રી સોનમ કપૂર અને અભિનેતા ફરહાન અખ્તર હાજર રહ્યાં હતા.

કેદારનાથ મંદિરની વિનાશક તસવીર

કેદારનાથ મંદિરની વિનાશક તસવીર

રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ મંદિરની તબાહી પછીની તસવીર રજૂ કરવામાં આવી છે.

ત્રિપુરામાં રાષ્ટ્રપતિ

ત્રિપુરામાં રાષ્ટ્રપતિ

અગરતાલા એરપોર્ટ પર પહોંચેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને લેવા માટે ત્રિપુરા ગવર્નર દેવાનંદ કોનવાર અને મુખ્યમંત્રી માનિક સરકાર.

રેસ્ક્યુ હેલિકોપ્ટરની પ્રતિક્ષા

રેસ્ક્યુ હેલિકોપ્ટરની પ્રતિક્ષા

રુદ્રપ્રયાગ ખાતે ધાર્મિક સ્થળ કેદારનાથ પૂરની ઝપેટમાં આવી ગયું છે. જ્યાં હાલ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફસાયા છે. જેઓ રેસ્ક્યુ હેલિકોપ્ટર્સની પ્રતિક્ષા કરી રહ્યાં છે.

બાળકો સાથે મેદાન પર

બાળકો સાથે મેદાન પર

શ્રીલંકા સામેની સેમીફાઇનલની મેચ પહેલા ભારતીય ખેલાડીઓ બાળકો સાથે મેદાન પર આવ્યા હતા.

સ્ટેડિયમમાં મસ્તી

સ્ટેડિયમમાં મસ્તી

કાર્ડિફના કાર્ડિફ વોલ્સ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી શ્રીલંકા અને ભારત વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલ દરમિયાન મસ્તી કરી રહેલા ભારતીય પ્રેક્ષકો.

કોલકતામાં પાણી ફરી વળ્યું

કોલકતામાં પાણી ફરી વળ્યું

કોલકતામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી ફરી વળ્યું હતું. જેના કારણે લોકોને પાણીમાં ચાલીને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X