ક્યાંક વિરોધ તો ક્યાંક જ્ઞાનની લ્હાણી, આજના ખાસ ન્યૂઝ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો લખનઉમાં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અને યુપી ઇન્ચાર્જ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી. તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુંબઇ પહોંચ્યા હતા. બોલિવુડના સમાચારની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન સહિતના કલાકારોએ તેમની આગામી ફિલ્મ સત્યાગ્રહનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. આવા કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

સત્યાગ્રહનું પ્રમોશન

સત્યાગ્રહનું પ્રમોશન

મુંબઇમાં આગામી ફિલ્મ 'સત્યાગ્રહ'ના પ્રમોશન માટે આવેલા પ્રોડ્યુસર અને ડિરેક્ટર પ્રકાશ ઝા, અભિનેતા અમિતાભ બચ્ચન, મનોજ બાજપાઇ અને અભિનેત્રી અમૃતા રાવ.

સૈનિકને માનભેર શ્રદ્ધાંજલિ

સૈનિકને માનભેર શ્રદ્ધાંજલિ

શ્રીનગરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા સૈનિકને માનભેર શ્રદ્ધાંજલિ અર્પી રહેલા સેનાના જવાનો.

અમરનાથની પ્રથમ બેચ

અમરનાથની પ્રથમ બેચ

જમ્મૂમાં અમરનાથ ધાર્મિક સ્થળ પર જઇ રહેલી પ્રથમ શ્રદ્ધાળુઓની બેચ જઇ રહી હતી, ત્યારે ધાર્મિક ગીત ગાઇ રહેલા સાધુઓ.

તિબેટીયન ધાર્મિક ગુરુ ધર્મશાળામાં

તિબેટીયન ધાર્મિક ગુરુ ધર્મશાળામાં

ધર્મશાળાના મક્લેઓડ્ગંજમાં એક શાળામાં વિદ્યાર્થીઓને બૌદ્ધિક જ્ઞાન આપી રહેલા તિબેટીયન ધર્મગુરુ દલાઇલામા.

મોદી મુંબઇમાં

મોદી મુંબઇમાં

ગુજરાતના મુખ્યમંત્રી મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને આવકારવા માટે પહોંચેલા મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ.

હજ ગાઇડ

હજ ગાઇડ

નવી દિલ્હીમાં હજની 29મી ઓલ ઇન્ડિયા એન્યુઅલ કોન્ફરન્સ દરમિયાન હજ ગાઇડ 2013 રજૂ કરવામાં આવી હતી, તે સમયે હાજર રહેલા વિદેશમંત્રી સલમાન ખુર્શિદ.

હમારી બહેને મેગેઝિનનું લોન્ચિંગ

હમારી બહેને મેગેઝિનનું લોન્ચિંગ

નવી દિલ્હીમાં ભાજપ નેતા સુષ્મા સ્વરાજની હાજરીમાં ભાજપ મહિલા મોરચાનું હમારી બહેને મેગેઝિન લોન્ચ કરવામાં આવ્યું હતું.

પટનામાં હિંસક વિરોધ

પટનામાં હિંસક વિરોધ

સીપીઆઇ(એમએલ)ના કાર્યકર્તાઓ દ્વારા પટનામાં ગુરુવારે હિંસક વિરોધ કરવામાં આવ્યો હતો. બાગ્હામાં પોલીસ ફાયરિંગમાં આદિવાસીઓની હત્યા કરવામાં આવ્યા બાદ આ વિરોધ ફાટી નીકળ્યો હતો.

હળવી પળો

હળવી પળો

લખનઉમાં એક પત્રકાર પરિષદ દરમિયાન યુપી ભાજપ ઇન્ચાર્જ અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ હળવી પળોમાં જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X