For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં રામ મંદિરની 2000 ફૂટ નીચે નાખવામાં આવશે 'ટાઈમ કેપ્સૂલ', જાણો કારણ

રામ મંદિર નિર્માણની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ દરમિયાન રામ મંદિર નિર્માણ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન થવાનુ છે. અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તે મુજબ પીએમ મોદી મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ મૂકશે. આના માટે તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ દરમિયાન રામ મંદિર નિર્માણ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય રામેશ્વર ચોપાલે કહ્યુ છે કે રામજન્મભૂમિના ઈતિહાસને સિદ્ધ કરવા માટે જેટલી લાંબી લડાઈ કોર્ટમાં લડવી પડી છે તેનાથી આ વાત સામે આવી છે કે હવે જે મંદિર બનાવીશુ તેમાં એક ટાઈમ કેપ્સૂલ બનાવીને 2000 ફૂટ નીચે નાખવામાં આવશે.

ram mandir

આવુ એટલા માટે કારણકે ભવિષ્યમાં જ્યારે કોઈ પણ ઈતિહાસ જોવા ઈચ્છે તો રામજન્મભૂમિના સંઘર્ષના ઈતિહાસ સાથે તથ્ય પણ બહાર આવે જેથી કોઈ પણ વિવાદ અહીં ઉભો થઈ શકે નહિ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દ્વારા રામ મંદિરની આધારશિલા રાખ્યા બાદથી મંદિર નિર્માણનુ કામ શરૂ થઈ જશે. એલએન્ડટી કંપની પાયાનુ ખોદકામ શરૂ કરશે. 200 મીટરનુ ખોદકામ બાદ મળેલી માટીના સેમ્પલનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

રિપોર્ટ મુજબ જ પાયાનુ ઉંડાણ નક્કી થશે. મંદિરનુ પ્લેટફોર્મ કેટલુ ઉંચુ હરશે તે મંદિરનુ ટ્રસ્ટ નક્કી કરશે. મંદિરના પાયાનુ પ્લેટફોર્મ તૈયાર કરવામાં એલએન્ડટી કંપનીને 3 મહિનાનો સમય લાગી શકે છે. મંદિરના ચીફ આર્કિટેક્ટ નિખિલ સોમપુરાના જણાવ્યા મુજબ પીએમ મોદીના કાર્યક્રમ બાદ મંદિરના પાયાનુ ખોદકામ કરવા માટે એલએન્ડટીના મોટા મોટા મશીનો લાગી જશે. મંદિરનુ નિર્માણ કાર્ય પૂરુ કરવામાં લગભગ સાડા ત્રણ વર્ષ લાગી શકે છે.

પીએમ મોદીએ 12માંના ટૉપર ઉસ્માનને કર્યો ફોન, છાત્રએ ગણાવ્યા દુનિયાના સૌથી સારા PMપીએમ મોદીએ 12માંના ટૉપર ઉસ્માનને કર્યો ફોન, છાત્રએ ગણાવ્યા દુનિયાના સૌથી સારા PM

English summary
Time capsule to be placed below Ram temple construction site: Kameshwar Chaupal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X