For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી જ નહીં પરંતુ રાહુલ ગાંધી પર પણ ટાઈમ મેગેઝીને પ્રહાર કર્યો

અમેરિકાની ફેમસ ઇંગલિશ પત્રિકા ટાઈમ ઘ્વારા જે રીતે ભારતના પ્રધાનમંત્રીને 'India's Divider in Chief' કહેવામાં આવ્યું, તેના પર ઘણો વિવાદ થયો.

|
Google Oneindia Gujarati News

અમેરિકાની ફેમસ ઇંગલિશ પત્રિકા ટાઈમ ઘ્વારા જે રીતે ભારતના પ્રધાનમંત્રીને 'India's Divider in Chief' કહેવામાં આવ્યું, તેના પર ઘણો વિવાદ થયો. બધા જ લોકોએ મેગેઝીનના શીર્ષકને ભેદભાવપૂર્ણ ગણાવ્યું. પરંતુ આ લેખને વિસ્તારથી વાંચવામાં આવે તો તેમાં પીએમ મોદી સાથે રાહુલ ગાંધી પર પણ પ્રહાર કરવામાં આવ્યો છે. મેગેઝીન ઘ્વારા પીએમ મોદી કરતા પણ વધારે રાહુલ ગાંધીની આલોચના કરવામાં આવી છે. મેગેઝીનમાં છપાયેલા લેખના લેખક આતીશ તાસીરે કહ્યું છે કે રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ પીએમ મોદી અને ભાજપનો વિકલ્પ ક્યારેય પણ નથી.

આ પણ વાંચો: પીએમ મોદીની સુરક્ષામાં ચૂક, રેલીમાં હથિયાર લઈને પહોંચ્યો વ્યક્તિ

કોંગ્રેસ પાસે આપવા માટે વંશવાદ સિવાય બીજું કઈ જ નથી

કોંગ્રેસ પાસે આપવા માટે વંશવાદ સિવાય બીજું કઈ જ નથી

આતીશ તાસીરે પોતાના લેખમાં લખ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે વંશવાદ સિદ્ધાંત સિવાય દેશને આપવા માટે બીજું કઈ જ નથી. પાર્ટીએ નહેરુ-ગાંધી પરિવારનો વધુ એક સદસ્ય દેશને આપ્યો છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસમાં રાજનૈતિક કલ્પનાની પણ ઉણપ છે. જે રીતે પાર્ટી પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લઈને આવી છે તેનાથી સાફ છે કે પાર્ટીએ રાહુલ-પ્રિયંકા રૂપે દેશને વંશવાદ જ આપ્યો છે. તેમને આગળ લખ્યું કે વંશવાદની રાજનીતિમાં નહેરુના રાજનૈતિક વંશજ જવાબદાર છે.

રાહુલ સમજી ના શકાય તેવા રાજનૈતિક અછૂત

રાહુલ સમજી ના શકાય તેવા રાજનૈતિક અછૂત

આતીશ તાસીરે લખ્યું છે કે બની શકે ભાજપા ફરી વિપક્ષ વિરુદ્ધ ચૂંટણીમાં જીત મેળવે, તે વિપક્ષ સામે જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે, જે સાધારણ બુદ્ધિવાળા એવા નેતા છે, જેમને વધારે શીખવી નહીં શકાય. પરંતુ આ વાત પણ સ્પષ્ટ છે કે એકવાર ફરી 2014 લોકસભા ચૂંટણી મુજબ મોદી મોટી સંખ્યામાં લોકોના મસીહા નહીં બની શકે.

પીએમ મોદી પર લખેલા લેખને કારણે આતીશ ચર્ચામાં આવ્યા

પીએમ મોદી પર લખેલા લેખને કારણે આતીશ ચર્ચામાં આવ્યા

આપને જણાવી દઈએ કે ટાઈમ મેગેઝીને 20 મેં, 2019 આવૃત્તિમાં પોતામાં કવર પેજ પર પીએમ મોદીની ફોટો છાપી હતી. તેમાં મુખ્ય શીર્ષકમાં ભારતના પ્રધાનમંત્રીને 'India's Divider in Chief' કહેવામાં આવ્યું હતું. આ હેડલાઈન આપતા પત્રકારનું નામ આતીશ તાસીર છે.

English summary
Time magazine lead article India's Divider in Chief writes Rahul Gandhi an unteachable mediocrity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X