For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક, રેલીમાં હથિયાર લઈને પહોંચ્યો વ્યક્તિ

બિહારમાં પીએમ મોદીની રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે. અહીં મંગળવારે પીએમ મોદીની રેલીમાં એક સંદિગ્દ વ્યક્તિ હથિયાર સાથે દેખાયો

|
Google Oneindia Gujarati News

બિહારમાં પીએમ મોદીની રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે. અહીં મંગળવારે પીએમ મોદીની રેલીમાં એક સંદિગ્દ વ્યક્તિ હથિયાર સાથે દેખાયો, ત્યારપછી સુરક્ષા એજેન્સીઓમાં હડકંપ મચી ગયો. રેલીમાં જે સંદિગ્દ વ્યક્તિ પાસે હથિયાર મળ્યું હતું, તેની ફોટોને કોઈએ સોશ્યિલ મીડિયા પર શેર કરી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોટો ત્યારની છે જયારે પીએમ મોદી બિહારના બક્સરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલી સ્થળે આ વ્યક્તિ પાસે તે હથિયાર હતું. આ મામલો સામે આવ્યા પછી સુરક્ષા એજેન્સીઓ આ વાત શોધવામાં લાગી ગઈ છે કે, શુ આ કોઈ મોટી ઘટનાને અંઝામ આપવાનું ષડયંત્ર હતું.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ હિંસાઃ મુકુલ રૉયની ગાડીમાં તોડફોડ, ભાજપ નેતાઓને મકાનમાં ઘેરીને રાખ્યા

સોશ્યિલ મીડિયા પર વાયરલ ફોટો

સોશ્યિલ મીડિયા પર વાયરલ ફોટો

તસવીરો સોશ્યિલ મીડિયા પર આવ્યા પછી સુરક્ષા એજેન્સીઓ આ વાત જાણવામાં લાગી છે કે આખરે તે વ્યક્તિ કોણ છે. તપાસમાં આ વાત સામે આવી છે કે તે વ્યક્તિ જન પ્રતિનિધિ છે, પરંતુ હજુ સુધી આ વાતની જાણકારી નથી મળી શકી કે હથિયાર રેલીમાં લાવવાનું કારણ શુ હતું.

પહેલા પણ સુરક્ષામાં ચૂક થઇ છે

પહેલા પણ સુરક્ષામાં ચૂક થઇ છે

આ કોઈ પહેલો મામલો નથી જયારે પ્રધાનમંત્રી મોદીની રેલી દરમિયાન સુરક્ષામાં ચૂક થઇ હોય. આ પહેલા પણ પટના ગાંધી મેદાનમાં પીએમ મોદીની રેલીમાં ઘણી જગ્યાઓ પર બૉમ્બ ધમાકાઓ થયા હતા. આ ઘટના પછી ફરી એકવાર જયારે પીએમ મોદીની રેલીમાં આ કોઈ વ્યક્તિ હથિયાર લઈને પહોંચી ગયો, તેને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરી દીધા છે.

સુરક્ષાના દાવોની પોલ ખુલી

સુરક્ષાના દાવોની પોલ ખુલી

આપને જણાવી દઈએ કે પીએમ મોદીની બક્સરની રેલી માટે ઘણા દિવસોથી તૈયારી ચાલી રહી હતી પરંતુ જયારે સુરક્ષા અધિકારી અહીં જાંચ કરવા માટે પહોંચ્યા ત્યારે સુરક્ષા દાવાની બધી જ પોલ ખુલી ગઈ. એટલું જ નહીં પરંતુ તે વાત પણ સામે આવી છે કે રેલી દરમિયાન પ્રવેશ દ્વાર પર જે મેટલ ડિટેક્ટર મુકવામાં આવ્યું હતું તે પણ ખરાબ હતું. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન 19 મેં દરમિયાન છે જયારે 23 મેં દરમિયાન તેનું પરિણામ જાહેર થશે.

English summary
Big security lapse in PM Modi rally man reaches with arms at the venue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X