Times Now-ETG Exit Poll : મિઝોરમમાં સત્તા પરિવર્તનના સંકેત? જાણો કોંગ્રેસને કેટલી સીટ?

મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન પુરૂ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. આ એક્ઝિટ પોલમાં મિઝોરમમાં સત્તા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે.

મિઝોરમ સહિતના તમામ રાજ્યોની ચૂંટણીના પરિણામો રવિવારે 3 ડિસેમ્બરે જાહેર થશે. આ પરિણામ પહેલા એક્ઝિટ પોલે રાજકિય ઉથલપાથલના સંકેત આપ્યા છે.

Exit Poll

આ રાજ્યોની ચૂંટણીઓના પરિણામો 2024 લોકસભા ચૂંટણીઓ પહેલા મહત્વની છે ત્યારે તમામ રાજકીય પક્ષો આ તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મિઝોરમમાં, શાસક મિઝો નેશનલ ફ્રન્ટપ્રતિસ્પર્ધી કોંગ્રેસ અને જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) ને ઉખાડીને સત્તામાં આવી શકે છે. હાલમાં મિઝોરમમાં MNF સરકાર છે. ટાઇમ્સ નાઉ-ઇટીજી મિઝોરમ એક્ઝિટ પોલ અનુસાર સત્તા પરિવર્તન થઈ શકે છે.

કઈ પાર્ટીને કેટલા ટકા મત?
મિઝો નેશનલ ફ્રન્ટ - 32.20 ટકા
કોંગ્રેસ - 27.80 ટકા
જોરમ પીપલ્સ મૂવમેન્ટ - 29.30 ટકા
બીજેપી - 6.40 ટકા
અન્ય - 4.30 ટકા

કઈ પાર્ટીને કેટલી સીટ?
મિઝો નેશનલ ફ્રન્ટ : 14-15
કોંગ્રેસ : 9-13
જોરમ પીપલ્સ મૂવમેન્ટ : 10-14
ભાજપ : 0-2
અન્ય : 0-1

જણાવી દઈએ કે, 40 સીટો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. અહીં કુલ 174 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 8.52 લાખ મતદારોમાંથી 80.66 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X