Tipra Motha party ને કોંગ્રેસ-CPM નો સાથ મંજુર નહીં, કહ્યં -એકલા વિપક્ષમાં બેસીશુ

પ્રદ્યોત કિશોરે આગળ કહ્યું કે, ભલે અમે થોડા પાછળ ગયા પરંતુ અમે શૂન્યથી 13 પર પહોંચ્યા, આ મારા માટે મોટી વાત છે. તેમણે કહ્યું કે, અમે બીજી સૌથી મોટી પાર્ટી છીએ તેથી અમે વિપક્ષમાં બેસીશું.

નવી દિલ્હી : ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. અહીં ટિપરા મોથા પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે. અહીં ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી આગળ છે, જ્યારે ટિપરા મોથા પાર્ટી બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.

Tipra Motha party

પરિણામ બાદ ટિપરા મોથાના પ્રમુખ પ્રદ્યોત કિશોર માનિક્ય દેબબર્માએ કહ્યું કે, બે વર્ષ જૂની પાર્ટી લોકોના આશીર્વાદથી ત્રિપુરામાં બીજી સૌથી મોટી પાર્ટી બની છે. તેમણે કહ્યું કે મેં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા છે.

પ્રદ્યોત કિશોરે આગળ કહ્યું કે, ભલે અમે થોડા પાછળ ગયા પરંતુ અમે શૂન્યથી 13 પર પહોંચ્યા, આ મારા માટે મોટી વાત છે. તેમણે કહ્યું કે, અમે બીજી સૌથી મોટી પાર્ટી છીએ તેથી અમે વિપક્ષમાં બેસીશું. કોંગ્રેસ અને સીપીએમ સાથે નહીં જઈએ. અમે સ્વતંત્ર રીતે ગૃહમાં બેસીશું. તેમણે કહ્યું કે જ્યારે પણ સરકારને મારી જરૂર પડશે અમે મદદ કરીશું.

અહીં પ્રદ્યોત કિશોર માણિક્ય દેવબર્માએ મોટી વાત કરતા કહ્યું કે, કોંગ્રેસ મારી માતૃ પાર્ટી હતી અને આજે અમે તેમના કરતા વધુ બેઠકો જીતી છે. કોંગ્રેસને ઓછી બેઠકો મળી છે. કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે. તેમણે કહ્યું કે જે કોંગ્રેસમાંથી જીત્યા મેં તે બધાના નેતૃત્વમાં કામ કર્યું છે અને હું તેમનો આભાર માનું છું.

અહીં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, એઆઈસીસીએ આત્મમંથન કરવાની જરૂર છે. પ્રદ્યોત કિશોર દેબબર્મા જેવા લોકો શા માટે પાર્ટી છોડે છે? કોંગ્રેસ ત્યારે વિચારતી હતી કે મારાથી કોઈ ફાયદો નથી, પરંતુ આજે હું કોંગ્રેસ કરતા વધુ બેઠકો જીતવામાં સફળ થયો છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X