For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તિર્થયાત્રીઓ માટે 11 જૂનથી તિરુપતિ બાલાજી મંદિર ખુલશે, ગાઇડલાઇન જાહેર

તિર્થયાત્રીઓ માટે 11 જૂનથી તિરુપતિ બાલાજી મંદિર ખુલશે, ગાઇડલાઇન જાહેર

|
Google Oneindia Gujarati News

તિરુવંતપુરમઃ ભારતમાં ફેલાયેલ કોરોના વાયરસના કારણે માર્ચ મહિનામાં પૂજા સ્થળો ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ અનલૉક 1ના પહેલા તબક્કા અંતર્ગત 8 જૂનથી એટલે કે આજથી મંદિરો ભક્તો માટે ખોલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશના આધારે 80 દિવસ બાદ આજે સોમવારે આંધ્ર પ્રદેશના તિરૂમાલા પર્વત પર સ્થાપિત પ્રસિદ્ધતીર્થ મંદિર તિરુપતિ મંદિર પણ ભક્તો માટે ખોલવાન નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હા સામાન્ય ભક્તો માટે મંદિર ખોલવામાં નથી આવ્યું, આજથી પૂર્વાભ્યાસ/ પ્રાયોગિક ઉદ્ઘાટન અંતર્ગત દર્શનને પહેલા બેથી ત્રણ દિવસ માટે ખોલવામા આવશે. જે બાદ 11 જૂન 2020થી અન્ય ભક્તો અને સામાન્ય તીર્થયાત્રીઓ માટે મંદિરના દ્વાર ખુલી જશે.

tirupati

ટીટીડી ઈઓ અનિલ કુમાર સિંઘલે કહ્યું કે તિરુમલા વેંકટેશ્વર મંદિરને 20 માર્ચે સાર્વજનિક પૂજા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ પુજારી આખી શ્રદ્ધા સાથે દરરોજ પૂજા કરતા હતા. તેમણે જણાવ્યું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે હવે દિશાનિર્દેશ જાહેર કર્યા છે તમામ ભક્તોને કોવિડ-19 પ્રસારને રોકવા માટે આનું પાલન કરવું પડશે. બોર્ડે જે દિશાનિર્દેશ આપ્યા છે તેમાં તમામ તીર્થયાત્રીઓને પવિત્ર મંદિરના દર્શન કરતી વખતે દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખવા પડશે.

બોર્ડે દિશાનિર્દેશો જાહેર કર્યા

  • સામાન્ય તીર્થયાત્રીઓ માટે મંદિર 11 જૂનથી ખુલ્લું મુકવામાં આશે.
  • તીર્થયાત્રીઓ માટે મંદિરનાદ્વાર સવારે 6.30 વાગ્યાથી 7.30 વાગ્યા વચ્ચે ખુલ્લા રહેશે.
  • 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષ કે તેનાથઈ વધુ ઉંમરના સભ્યોને, ધર્મસ્થળની અંદર મંજૂરી નહિ આપવામા આવે.
  • તમામ ભક્તોને જરૂરી રૂપે મંદિરની અંદર એક માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી રાખવાના માપદંડોનું પાલન કરવું પડશે.
  • સામાન્ય દવસોમાં તિરુપતિ મંદિરે દરરોજ 75 હજારથી 1 લાખ તીર્થયાત્રી દર્શન કરે છે પરંતુ નવા દિશાનિર્દેશો મુજબ દરરોજ માત્ર 60 હજાર લોકોની અનુમતિ આપવામાં આવશે, દરરોજ 250- 500 ભક્તોને મંજૂરી આપવામા આવશે.
  • તિરુપતિ મંદિરમાં દર્શન માટે ઑનલાઈન બુકિંગ જૂનથી શરૂ થઈ ચૂક્યું છે. શ્રદ્ધાળુ ટિકિટ બુક કરાવી વખતે એક રૂમ પણ બુક કરાવી શકે છે પરંતુ તેમણે આ યાદ રાખું જોઈએ કે એક રૂમમાં બેથી વધુ લોકોને રહેવા દેવામાં નહિ આવે.
  • અનલૉક બુકિંગ માટે દૈનિક કુલ 3000 વિશેષ ટિકિટ (300 રૂપિયા ટિકિટ) ઉપલબ્ધ થશે.
  • મંદિરમાં વિશેષ સેવા, વિશેષ દર્શન, શતારી અને થેર્થમમા પ્રતિબંધ યથાવત રહેશે.
  • શ્રદ્ધાળુઓ સત્તાવાર વેબસાઈટ પર અથવા એસએમએસના માધ્યમથી પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. TTDએ ભૂદેવી પરિસરમાં વિષ્ણુ નિવાસમ, RTC બસ સ્ટેન્ડ, અલીપુરીમાં ટિકિટ કાઉન્ટર પણ સ્થાપિત કર્યા છે.
  • કંટ્રીબ્યૂશન ઝોનથી આવતા તીર્થયાત્રીઓને ગેરકાયદેસર ટિકિટ હોવા પર મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે.

ધોરણ 10માં છોકરીઓએ બાજી મારી, ગુજરાતનું કુલ પરિણામ 60.64%ધોરણ 10માં છોકરીઓએ બાજી મારી, ગુજરાતનું કુલ પરિણામ 60.64%

English summary
tirupati temple will reopen from 11 june for devotes news in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X