'સભ્યો દૂર્યોધન અને અધ્યક્ષ ધૃતરાષ્ટ્રની જેમ આનંદ માણી...', એથિક્સ પેનલમાં મહુઆ મોઈત્રાના અપમાન પર ભડક્યુ TMC
TMC On Mahua Moitra Insult: લોકસભાની આચાર સમિતિની બેઠક દરમિયાન અંગત પ્રશ્નો પૂછવાના તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતાં, પશ્ચિમ બંગાળના મહિલા વિકાસમંત્રી શશિ પાંજાએ મૂક પ્રેક્ષક બની રહેવા માટે ભાજપની આકરી ટીકા કરી.
ભાજપ પર નિશાન સાધતા શશિ પાંજાએ મહાકાવ્ય મહાભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પેનલના સભ્યો 'દુર્યોધન'ની જેમ આનંદ માણી રહ્યા હતા અને અધ્યક્ષ 'ધૃતરાષ્ટ્ર'ની જેમ બેઠા હતા.

ભાજપ પર પ્રહાર કરતા મંત્રી શશિ પાંજાએ કહ્યું કે પેનલે તેમની સામેના કેશ ફૉર ક્વેરીના આરોપોની સુનાવણી દરમિયાન ચૂંટાયેલા મહિલા સાંસદનું અપમાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષા પર આટલા મોટા ભાષણો આપે છે. પરંતુ આજે પેનલમાં ભાજપના સભ્યો તેમજ કેન્દ્રીય મંત્રી દુર્યોધનની જેમ બેઠા હતા અને સ્પીકર અંધ ધૃતરાષ્ટ્રની જેમ બેઠા હતા.
તમને જણાવી દઈએ કે મહુઆ મોઇત્રા પોતાના પર લાગેલા કેશ ફૉર ક્વેરી આરોપોને લઈને લોકસભા એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા હતા. ગુરુવારે બપોરે તે પેનલના વિપક્ષી સભ્યો સાથેની બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. વિપક્ષી સભ્યોએ સવાલ પૂછવાની લાઇન પર પ્રશ્નો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદને "વ્યક્તિગત પ્રશ્નો" પૂછવામાં આવ્યા હતા.
વોકઆઉટ કરનારાઓમાં બસપાના સાંસદ દાનિશ અલી, જનતા દળ (યુનાઈટેડ)ના સાંસદ ગિરધારી યાદવ અને કોંગ્રેસના સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડીનો સમાવેશ થાય છે.
એથિક્સ પેનલ પર ચૂંટાયેલા મહિલા સાંસદનું અપમાન કરવાનો આરોપ લગાવતા, પશ્ચિમ બંગાળના મંત્રીએ પ્રશ્ન કર્યો કે તે નૈતિક છે કે "બિન-નૈતિક" પેનલ છે. તમે ચૂંટાયેલા મહિલા સાંસદનું અપમાન કર્યું છે. આ તમારી ક્ષુદ્ર માનસિકતાને છતી કરે છે.












Click it and Unblock the Notifications
