બંગાળના કુચબિહારમાં TMC કાર્યકર્તાની હત્યા, તૃણમૂલે ભાજપ પર લગાવ્યો આરોપ
બંગાળના કૂચબિહારમાં દિનહાટાના પેટલા બજારમાં એક તૃણમૂલ કાર્યકર્તા અજીજુર રહેમાનની મારીમારીને હત્યા કરી દેવામાં આવી.
લોકસભા ચૂંટણી 2019ને પૂર્ણ થયાને બે અઠવાડિયા વીતી ચૂક્યા છે પરંતુ હજુ પણ બંગાળમાં હિંસાનો દોર ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. બુધવારે સાંજે અહીંના કૂચબિહારમાં દિનહાટાના પેટલા બજારમાં એક તૃણમૂલ કાર્યકર્તા અજીજુર રહેમાનની મારીમારીને હત્યા કરી દેવામાં આવી. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના અમુક કાર્યકર્તાઓએ અજીજુરના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી છે. જો કે ભાજપે આ આરોપો ફગાવી દઈને આને ટીએમસીની આંતરિક લડાઈનું પરિણામ ગણાવ્યુ છે. પોલિસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં કોઈની ધરપકડ થઈ નથી.

દમદમમાં અજ્ઞાત હુમલાખોરોએ તૃણમૂલ કાર્યકર્તાને ગોળી મારી
છેલ્લા 2 દિવસોમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાર્યકર્તાની આ બીજી હત્યા છે. મંગળવારે સાંજે જ ઉત્તરી કોલકત્તામાં દમદમમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. કાર્યકર્તાનું નામ નિર્મલ કુંડુ છે. ત્રણ બાઈક સવાર હુમલાખોરોએ તેમના માથામાં પોઈન્ટ બ્લેન્ક રેંજથી ગોળી મારી. ગોળી વાગ્યા બાદ તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તે બચી શક્યો નહિ. આ મામલે પણ ટીએમસી અને ભાજપ ફરીથી સામસામે છે.
આસનસોલમાં પત્થરબાજી
સમગ્ર લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પશ્ચિમ બંગાળનું આસનસોલ હિંસાની આગમાં સળગતુ રહ્યુ છે અને હજુ પણ ત્યાં હિંસા થમવાનુ નામ નથી લઈ રહી. બુધવારે રાતે અહીં જય શ્રીરામના નારા માટે બે સમાજો વચ્ચે ઝપાઝપી થઈ જેમાં બંને પક્ષો તરફથી પત્થરબાજી કરવામાં આવી અને એક ગાડીમાં આગ લાગી ગઈ. સ્થળ પર ભારે માત્રામાં પોલિસ તૈનાત કરી દેવામાં આવી છે.
TMC worker killed in Cooch Behar, party leader blames BJP
— ANI Digital (@ani_digital) 5 June 2019
Read @ANI story | https://t.co/ktyrpnyY0I pic.twitter.com/EPhDMOVCwt












Click it and Unblock the Notifications
