For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid 19 સામેની જંગમાં નવી પહેલ, 'જાંચ બચાયે જાન'ની શરૂઆત

Covid 19 સામેની જંગમાં નવી પહેલ, 'જાંચ બચાયે જાન'ની શરૂઆત

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ એસીટી ગ્રાન્ટ્સ (ACT Grants)એ કોરોના વાયરસની તપાસમાં તેજી લાવવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. એસીટી ગ્રાન્ટ્સને આ પહેલમાં જાણીતી સેલિબ્રિટીજ મમસલન, ઋતિક રોશન, કુનાલ કપૂર, રાહુલ દ્રવિડ અને સૈફ અલી ખાન જેવા લોકોનું સમર્થન મળ્યું છે. આ હસ્તીઓ લોકોને કોવિડ 19 ટેસ્ટ મહત્વપૂર્ણ છે તે અંગે જાગરૂક કરશે. જણાવી દઈએ કે એસીટી ગ્રાન્ટ્સ સ્ટાર્ટઅપ અને ઉદ્યમિઓનું એક નોન-પ્રોફિટ ગઠબંધન છે.

jaanch bachaye jaan

સૈફ અલી ખાને કહ્યું કે, "આપણે ઘણા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને અત્યારે જ એકબીજાની સૌથી વધુ જરૂરત છે. એકબીજાને આપણે સપોર્ટ કરવા જોઈએ અેન કોવિડ 19 સાથે જોડાયેલા કલંકને નષ્ટ કરવો જોઈએ. તપાસ કરાવવી આપણી જવાબદારી છે. આ પહેલ દ્વારા હું ભારતીયને કોવિડ 19ની તપાસ માટે જા છે તો તપાસ કરાવવાનો આગ્રહ કરું છું. તમારા પરિવારો અને આપણા બધાની સુરક્ષા માટે તપાસ કરાવો."

આ પહેલ દ્વારા આ તમામ હસ્તીઓ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા લાખો કરોડો ફોલોઅર્સ સુધી પહોંચશે અને કોવિડ 19ની ટેસ્ટિંગ સાથે જે એક કથિત કલંક જોડાયેલો છે તેને દૂર કરવાની કોશિશ કરશે. એવા સમયે જ્યારે આખી દુનિયા કોવિડ 19ના લપેટામાં છે, 'જાંચ બચાયે જાન'નો લક્ષ્ય તેના ટેસ્ટિંગના મહત્વ પ્રત્યે લોકોને જાગરૂક કરવાનું છે. આ પહેલનો ઉદ્દેશ્ય વાયરસના પ્રકોપને રોકવા માટે સરકારના સહયોગમાં મદદનું એક પગલું છે, જેનાથી લોકો ટેસ્ટિંગ માટે પ્રોત્સાહિત થાય અને તેના ફેલાવાને રોકવામાં મદદ મળી શકે. એસીટી ગ્રાંટ્સના પ્રવક્તા સુદીપ્તો સન્નિગ્નહીએ કહ્યું કે, "આ પહેલ પાછળ અમારો ઉદ્દેશ્ય લોકોને આના માટે પ્રોત્સાહિત કરવાનો છે કે જ્યારે તેઓ લક્ષણ નોટિસ કરે તો ડૉક્ટરનો સંપર્ક કરે અને ડૉક્ટરની સલાહ પર કોવિડ 19નો ટેસ્ટ કરાવે. સામાજિક જવાબદારી સમયની માંગ ચે અને આપણે જેટલી સંભવ છે, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ અને તેમને આ મહામારી દરમિયાન સુરક્ષિત આદતો અપનાવવા મદદ કરવા માંગીએ છીએ."

jaanch bachaye jaan

જંગ જીતવા માટે તમારે તમારા દુશ્મનને જાણવો જરૂરી છે. એક જવાબદાર ભારતીય તરીકે આ મહામારી વિરુદ્ધ આપણી જંગમાં તપાસ રૂપે આપણે પહેલું પગલું ઉઠાવી શકીએ છીએ. આવો આ અભિયાન સાથે જોડાઈએ અને ખુદ જ તપાસ કરાવી આપણા ફ્રંટલાઈન વર્કર્સને સપોર્ટ કરીએ અને પ્રકોપને રોકવામાં મદદ કરીએ- ઋતિક રોશન.

એસીટી ગ્રાંટ્સ ભારતની વેંચર કેપિટલ અને સ્ટાર્ટઅપ સમુદાય દ્વારા 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટથી એવા આઈડિયાને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાયો છે, જેનાથી કોવિડ-19ને તત્કાળ પ્રભાવથી રોકી શકાય. એસીટીનો મતલબ એક્શન કોવિડ 19 ટીમ છે અને આ ટીમ કોવિડ 19ને ફેલાતો રોકવાના ક્ષેત્રમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ, ટેસ્ટિંગ વધારવા, ઘરે બીમારીના મેનેજમેન્ટમાં લાગેલા લોકો, હેલ્થવર્કર્સ અને હોસ્પિટલોનની સહાયતા, ગંભીર રૂપે બીમાર દર્દીની દેખભાળ અને તેમને માનસિક સમર્થન આપનારાઓની સહાયતા કરે છે.

કોરોના સંકટમાં રાજસ્થાનની સીમા સીલ, આ શરત સાથે પ્રવેશ મળશેકોરોના સંકટમાં રાજસ્થાનની સીમા સીલ, આ શરત સાથે પ્રવેશ મળશે

English summary
to defeat covid 19, jaanch bachaye jaan initiative started by ACT Grants
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X