For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લી સદીમાં તમાકુએ 10 કરોડ ભારતીયોનો જીવ લીધો

|
Google Oneindia Gujarati News

bidis
નવી દિલ્હી, 10 જુલાઇ : એક જ હત્યારાએ 10 કરોડ લોકોનો ભોગ લીધો હોય એવું ક્યારેય સાંભળ્યું કે વાંચ્યું છે ખરું? આ બાબત તમારી જાણમાં નહીં જ આવી હોય. પણ હવે જાણી લો. તમાકુ નામના હત્યારેએ છેલ્લી સદીમાં 10 કરોડથી વધારે ભારતીયોનો જીવ લઇ લીધો છે.

એક અહેવાલ પ્રમાણે ભારતમાં તમાકુના સેવનને કારણે છેલ્લી સદી એટલે કે 1910થી 2010 દરમિયાન 35 વર્ષથી ઓછી વયના 10 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈન્ટરનેશલ યુનિયન અગેઈન્સ્ટ ટ્યૂબરક્યૂલોસિસ એન્ડ લંગ ડિસીઝના યુનિયન સાઉથ ઈસ્ટ એશિયા ઓફિસે દિલ્હી ખાતે રજૂ કરેલા એક અહેવાલમાં આ ચિંતાજનક આંકડા રજૂ કર્યા છે.

પ્રણય જી લાલ અને નેવિન વિલ્સન દ્વારા તૈયાર કરાયેલ આ અહેવાલ માટે આરોગ્ય અને પરિવર કલ્યાણ મંત્રાલય તેમજ કૃષિ અને ખાદ્ય મંત્રાલયમાંથી આંકડા લેવામાં આવ્યા છે.

અહેવાલ પ્રમાણે 10 કરોડમાંથી 7.7 કરોડ લોકોના મરણ બીડી પીવાને કારણે થયા છે. છેલ્લા સો વર્ષોમાં 4.52 ટ્રિલિયનબ બીડીનું ઉત્પાદન થયું છે. સંશોધકોનો દાવો છે કે તેમણે આંકડા ઓછા જ આક્યાં છે, છતાં મરણના આંકડા ચોંકાવનારા છે.

ભારતમાં યુવાનોના અકાળે અવસાનનું મોટું કારણ બીડીનું સેવન છે. સીત્તેરના દયકાથી દેશમાં બીડીનું ઉત્પાદન પ્રતિવર્ષ 0.55 જેટલું વધ્યું છે, જે દસ વર્ષના અંતે વધીને એક ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. 1998 અને તે પછીના વર્ષોમાં બીડીના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. છતાં 1980થી 2010 સુધી પીવાયેલ બીડીની અસર આગામી વર્ષ 2015થી 2050 સુધી અનુભવાશે. આગામી વર્ષોમાં સિગારેટનું ઉત્પાદન પણ વધશે, જેથી સિગારેટનું સેવન વધશે.

English summary
Tobacco killed 10 million Indians in last century
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X