તસવીરોના માધ્યમથી વાંચો આજના TOP સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજે કેજરીવાલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને કપિલ સિબ્બલ અંગે ખુલાસાઓ કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ લાલુ પ્રસાદ યાદવે પરિવર્તન રેલી યોજીને બિહારમાં પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. બીજી તરફ દિલ્હી ખાતે ભાજપ દ્વારા એક પરિષદ યોજવામાં આવી હતી. તો બોલિવુડ જગતના દિગ્ગજ અભિનેતા બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યારે જ્હોન અને અનિલ કપૂર સહિતના સ્ટાર્સે મુંબઇ ખાતે શૂટઆઉટ એટ વડાલાની સક્સેસ પાર્ટી યોજી હતી. આવા અનેક સમાચારો અહીં તસવીરોમાં આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આ સમાચારો પર ઉડતી નજર ફેરવીએ.

એર ઇન્ડિયાની પત્રકાર પરિષદ

એર ઇન્ડિયાની પત્રકાર પરિષદ

નવી દિલ્હી ખાતે એર ઇન્ડિયાના સીએમડી રોહિત નંદન અને બોઇંગ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ દિનેશ કેસકરે એર ઇન્ડિયા બી787 ડ્રિમલાઇનરના રેઝ્યુમિંગ ઓપરેશન અંગે પત્રકાર પરિષદ યોજી હતી.

મનમોહન સિંહ સમક્ષ વિરોધ

મનમોહન સિંહ સમક્ષ વિરોધ

ગુવાહાટી ખાતે રાજ્ય સભાની ચૂંટણી માટે નામાંકનપત્ર ભરવા આવેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહ સામે ઓલ આસામ સ્ટૂડેન્ટ યુનિયનના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યના વિવિધ મુદ્દાઓને લઇને વિરોધ પ્રદર્શન કર્યા હતા.

આખી રાત બહાર વિતાવી

આખી રાત બહાર વિતાવી

કિસ્તાવેર જિલ્લા અને ડોડામાં ભૂમિ કંપન થવાના કારણે ભાદેરવાહના રેહવાસીઓએ આખી રાત ઘરની બહાર વિતાવી હતી.

નાગાલેન્ડની મુલાકાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

નાગાલેન્ડની મુલાકાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી હાલ બે દિવસના નાગાલેન્ડના પ્રવાસે જ્યાં તેમણે કોહિમામાં નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇપિઉ રાઉને મળ્યા હતા એ સમયે તેમને કંઇક વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.

પહેલગામનું સામાન્ય જીવન

પહેલગામનું સામાન્ય જીવન

કાશ્મિર ખાતેનુ પ્રવાસી સ્થળ ગણાતા પહેલગામ ખાતે એક કાશ્મિરી યુવક ઘેટાઓને ચરાવવા માટે લઇ જઇ રહ્યો હતો.

બિકાનેરની મુલાકાતે રાહુલ ગાંધી

બિકાનેરની મુલાકાતે રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બિકાનેરની મુલાકાતે આવ્યા હતા.

ભાજપ કાર્યાલય બહાર પ્રદર્શન

ભાજપ કાર્યાલય બહાર પ્રદર્શન

નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલય બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમને રોકવા માટે પાણીના ફુવારાઓ છોડવામાં આવ્યા હતા.

100 ભારતીય સભ્યો સાથે તસવીર

100 ભારતીય સભ્યો સાથે તસવીર

બેઇજિંગ ખાતે ચાઇનિઝ પ્રેમિયર લિ કેપિઆંગે 100 સભ્યોના ભારતીય યુથ ડેલિગેશન સાથે તસવીર ખેંચાવી હતી.

ભાજપ પ્રમુખની પત્રકાર પરિષદ

ભાજપ પ્રમુખની પત્રકાર પરિષદ

નવી દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અને રાજસ્થાનના વિપક્ષી નેતા વસુંધરા રાજેએ એક પત્રકાર પરિષદ યોજી હતી.

એન્ટોનીને સન્માન

એન્ટોનીને સન્માન

નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમ દરમિયાન ટીઆઇઆઇ(મેન્ટર ઓફ ટ્રાન્સપરેન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા), એડીએમએલ દ્વારા રક્ષામંત્રી એકએ એન્ટોનીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગરમીથી બચવા બુરખાનો સહારો

ગરમીથી બચવા બુરખાનો સહારો

નવી દિલ્હી ખાતે ગરમીથી બચવા માટે દિલ્હીની યુવતીઓએ ઓઢણીનો ઉપયોગ બુરખા તરીકે કર્યો હતો.

પુત્રીઓ સાથે નૃત્ય

પુત્રીઓ સાથે નૃત્ય

બોલિવુડની જાણીતી અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ પોતાની બન્ને પુત્રીઓ એશા અને આહના દેઓલ સાથે મધ્યપ્રદેશના સિરોન્જ ખાતે સિરોન્જ મહોત્સવમાં નૃત્ય ડ્રામા મીરા પર એક નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.

રાજ્યસભા માટે નામાંકન પત્ર

રાજ્યસભા માટે નામાંકન પત્ર

પ્રધાનમંત્રી મનમોહન સિંહે ગુવાહાટી ખાતે રાજ્ય સભાની ચૂંટણી માટે નામાંકનપત્ર ભર્યુ હતુ.

નિતિશ કુમાર અને મોન્ટેક સિંહ આહુવાલિયા સાથે બેઠક

નિતિશ કુમાર અને મોન્ટેક સિંહ આહુવાલિયા સાથે બેઠક

નવી દિલ્હી ખાતે રાજ્યના વાર્ષિક પ્લાનને અંતિમ ઓપ આપવા માટે મળેલી બેઠકમાં બિહારના ચીફ મિનિસ્ટર નિતિશ કુમાર અને ડેપ્યુટી ચેરમેન ઓફ પ્લાનિંગ કમિશન મોન્ટેકસિંહ આહુવાલિયા વચ્ચે બેઠક યોજાઇ હતી.

કપિલ સિબ્બલ વિરુદ્ધ આક્ષેપો

કપિલ સિબ્બલ વિરુદ્ધ આક્ષેપો

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભુષણ દ્વારા નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલ પર આક્ષેપો કર્યા હતા.

ચેન્નાઇ ખાતે લેન્ડિંગ

ચેન્નાઇ ખાતે લેન્ડિંગ

એન્ટી સબમરિન વારફેર એરક્રાફ્ટ અને લોન્ગ રેન્જ મેરિટાઇ રેકોન્નાઇઝેન્સ બોઇંગ પી8આઇએ ચેન્નાઇ નજીક એરક્કોનમ નવલ એર સ્ટેશન રાજાલી ખાતે લેન્ડિંગ કર્યું હતું.

લાલુની પરિવર્તન રેલી

લાલુની પરિવર્તન રેલી

પટના ખાતેના ગાંધી મેદાનમાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ દ્વારા પરિવર્તન રેલી યોજવામાં આવી હતી. એ સમયે તેમના પુત્ર તેજ પ્રતાપ અને તેજસ્વી પ્રતાપ પણ ઉપસ્થિત હતા.

શૂટઆઉટની સકસેસ પાર્ટી

શૂટઆઉટની સકસેસ પાર્ટી

મુંબઇ ખાતે જહોન અબ્રાહમ, કંગના રાનાવત, અનિલ કપૂર, સોનુ સૂદ, શોફી ચૌધરી અને ડિરેક્ટર સંજય ગુપ્તાએ શૂટઆઉટ એટ વડાલાની સકસેસ પાર્ટી આપી હતી.

ધર્માશાળા ખાતે ગિલક્રિસ્ટ

ધર્માશાળા ખાતે ગિલક્રિસ્ટ

બુધવારે કિંગ્સ ઇલેવન પંજાબના સુકાની અને પુર્વ ઓસ્ટ્રેલિયન વિકેટ કિપર એડમ ગિલક્રિસ્ટ પહોંચ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બચ્ચન-લિયોનાર્દો

આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બચ્ચન-લિયોનાર્દો

કાન્સ ખાતે 66માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ઘ ગ્રેટ ગાટ્સબેના પ્રોમોશન માટે પહોંચેલા અભિનેતા અમિતાભ બચ્ચન, કારે માલ્લિગન, લિયોનાર્દો દિકેપ્રિઓ અને એલિઝાબેથ દાબિક્કિએ કંઇક આવો પોઝ આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X