વાંચો 25 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો કટકમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ઘોની અને ટીમ પ્રેક્ટિસ સેશન કરવા માટે મેદાન પર પહોંચી હતી. જ્યારે રાજકારણની વાત કરવામાં આવે તો, ગુવાહાટીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રાજસ્થાનના પૂર્વ મંત્રી બાબુલાલ નાગરની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ફર્સ્ટ પ્રેક્ટિસ સેશન

ફર્સ્ટ પ્રેક્ટિસ સેશન

2013 એફઆઇએ ફોર્મુલા વન વિશ્વ ચેમ્પિયનશિપ ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સનું પહેલું પ્રેક્ટિસ સેશન.

SRUJANAનું ઉદ્ઘાટન

SRUJANAનું ઉદ્ઘાટન

હૈદરાબાદમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજએ અબ્દુલ કલામ સાથે વિદ્યાર્થી. હૈદરાબાદમાં SRUJANA સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કટકમાં ભારતીય સુકાની

કટકમાં ભારતીય સુકાની

કટકના બરબાતી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જઇ રહેલાં ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની.

બાબુલાલ નાગરની ધરપકડ

બાબુલાલ નાગરની ધરપકડ

પૂર્વ રાજસ્થાની મંત્રી બાબુલાલ આજે સીબીઇ સામે હાજર થયા હતા, પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાન તરફથી ફાયરિંગ

પાકિસ્તાન તરફથી ફાયરિંગ

જમ્મૂના પર્ગવાલ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક કાર ડેમેજ થઇ ગઇ હતી, જેનું એક્ઝામીન કરી રહેલા આર્મી મેન.

દિલ્હીમાં એજીસીઆરની ઇમારતમાં આગ

દિલ્હીમાં એજીસીઆરની ઇમારતમાં આગ

નવી દિલ્હીમાં એકાઉન્ટ જનરલ ઓફ સેન્ટ્રલ રેવન્યુ(એજીસીઆર)ની બિલ્ડિંગમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહેલા ફાયર બ્રિગેડના જવાનો.

ગુવાહાટીમાં વિરોધ

ગુવાહાટીમાં વિરોધ

ગુવાહાટીમાં ડુંગળીના વધી રહેલા ભાવને લઇને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઇન્ડો-રશિયન એક્સરસાઇઝ

ઇન્ડો-રશિયન એક્સરસાઇઝ

ઇન્દ્રા 2013 હેઠળ બિકાનેર રાજસ્થાનમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઇન્ડો રશિયન જોઇન્ટ મિલેટ્રી એક્સરસાઇઝ કરવામાં આવી હતી.

રતન ટાટા અને અજીત સિંઘની બેઠક

રતન ટાટા અને અજીત સિંઘની બેઠક

નવી દિલ્હીમાં કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી અજીત સિંઘ અને ટાટા ગ્રુમના ચેરમેન રતન ટાટા વચ્ચે બેઠક થઇ હતી.

મન્ના ડેને શ્રદ્ધાંજલિ

મન્ના ડેને શ્રદ્ધાંજલિ

બેંગ્લોરમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરાજમૈયાએ મન્ના ડેને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

જોધપુરમાં રજુ કરાયા આસારમ

જોધપુરમાં રજુ કરાયા આસારમ

યૌન શોષણના આરોપોના સામનો કરી રહેલા આસારામને જોધપુર પોલીસ દ્વારા જિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X