વાંચો 6 ડિસેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો નવી દિલ્હીમાં સંસદ ગૃહ ખાતે 58માં મહાપરિનિર્વાણ દિવસ નીમિત્તે ભિમ રાવ આંબેડકરને વિવિધ પક્ષના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ગુંડગાંવ ખાતે ટેગ હ્યુએરની નવી કારેરે કાલિબર 1887 ક્રોનોગ્રાફ વોચનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે સમયે ટેગ હ્યુએરનો બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન હાજર રહ્યાં હતા. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

આમ્બેડકર પ્રતિમા પાસે વિરોધ

આમ્બેડકર પ્રતિમા પાસે વિરોધ

કોઇમ્બતુરમાં બનાવવામાં આવેલી આમ્બેડકર પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા સમાથુવમ મુન્નાની પાર્ટના સભ્યો.

બાબરી ધ્વંશને લઇને મુસ્લિમો દ્વારા રેલી

બાબરી ધ્વંશને લઇને મુસ્લિમો દ્વારા રેલી

લખનઉમાં મુસ્લિમ ફોરમ દ્વારા બાબરી ધ્વંશની 21મી વરસીએ એક રેલી કાઢવામાં આવી હતી.

મહાપરિનિર્વાણ દિવસ

મહાપરિનિર્વાણ દિવસ

નવી દિલ્હીમાં સંસદ ગૃહ ખાતે 58માં મહાપરિનિર્વાણ દિવસ નીમિત્તે ભિમ રાવ આંબેડકરને વિવિધ પક્ષના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

હેપેટાઇટિસ ડે

હેપેટાઇટિસ ડે

નવી દિલ્હીમાં હેપેટાઇટિસ ડેના દિવસે આઇએલબીએસ ખાતે ગુબ્બારાઓને હવા છોડી રહેલા તીબેટિયન ધર્મગુરુ દલાઇ લામા.

બાબરી ધ્વંશની 21મી એનીવર્સરી

બાબરી ધ્વંશની 21મી એનીવર્સરી

બાબરી ધ્વંશની 21મી એનીવર્સરીને ધ્યાનમાં રાખીને અયોધ્યા ખાતે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

રાષ્ટ્રપતિને સીએમ દ્વારા અપાઇ ભેટ

રાષ્ટ્રપતિને સીએમ દ્વારા અપાઇ ભેટ

કોલકતા ખાતે પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભાની પ્લેટિનિયમ જ્યુબિલીની ઉજવણી દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા ભેટ આપવામાં આવી હતી.

મંડેલાને શ્રદ્ધાંજલિ

મંડેલાને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી ખાતે રાજ્ય સભામાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

ટેગ હ્યુએરની નવી વોચનું લોન્ચિંગ

ટેગ હ્યુએરની નવી વોચનું લોન્ચિંગ

ગુંડગાંવ ખાતે ટેગ હ્યુએરની નવી કારેરે કાલિબર 1887 ક્રોનોગ્રાફ વોચનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે સમયે ટેગ હ્યુએરનો બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન હાજર રહ્યાં હતા.

વેંકેટશ્વર મંદિરે અનિલ કપૂર

વેંકેટશ્વર મંદિરે અનિલ કપૂર

તિરુપતિ ખાતે વેંકેટશ્વર મંદિર ખાતે પૂજા-અર્ચના કરવા આવેલા ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X