શા માટે ડ્વેન બ્રેવોએ અપનાવી સાઉથ ‘સ્ટાઇલ’?

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક સમાચારોની વાત કરવામાં આવે તો રાજકોટમાં ટી20 મેચ પહેલા ભારતીય ટીમ દ્વારા આકરી પ્રેક્ટિસ કરવામાં આવી હતી. લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પરત ફરેલા મીડલ ઓર્ડર બેટ્સમેન યુવરાજ સિંહે પ્રેક્ટિસ સેશન દરમિયાન કોચ સાથે ખાસ્સી ચર્ચા કરી હતી. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી દ્વારા તમિળ મૂવી માટે શૂટિંગ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી દ્વારા કેવી રીતે પેટ્રોલ બચાવવું એ જણાવવા માટે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

અલ્હાબાદમાં ભાજપની બેઠક

અલ્હાબાદમાં ભાજપની બેઠક

યુપી ભાજપ ઇન્ચાર્જ અમિત શાહે અલ્હાબાદમાં પક્ષની બેઠક યોજી હતી.

રામપુરમાં રેલી

રામપુરમાં રેલી

રામપુરમાં એક રેલીમાં આવેલા સમર્થકોનું અભિવાદન કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી.

ભારત એ અને વેસ્ટ ઇન્ડિઝ એની ટેસ્ટ મેચ

ભારત એ અને વેસ્ટ ઇન્ડિઝ એની ટેસ્ટ મેચ

હુબલીમાં ટેસ્ટ મેચ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ એના ખેલાડીની વિકેટ લીધા બાદ ઉજવણી કરી રહેલી ભારત એ ટીમ.

દિલ્હીમાં ઇમારત ધરાશયી થયા બાદ બચાવ કાર્ય

દિલ્હીમાં ઇમારત ધરાશયી થયા બાદ બચાવ કાર્ય

નવી દિલ્હીમાં બારા હિન્દુ રાઓમાં એક ઇમારત ધરાશયી થયા બાદ બચાવ કાર્ય કરી રહેલાં કર્મી.

શોરૂમનું ઉદ્ધાટન

શોરૂમનું ઉદ્ધાટન

આંઘ્ર પ્રદેશના નાલગોંડા જિલ્લામાં એક શોરૂમનું ઉદ્ઘાટન કરી રહેલી અભિનેત્રી પ્રનિથા.

યુએન જનરલ એસેમ્બલીમાં જેટલી

યુએન જનરલ એસેમ્બલીમાં જેટલી

ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીના 68માં સેશનમાં બોલી રહેલા ભાજપના નેતા અરૂણ જેટલી.

બેન્ક કર્મીઓની ધરપકડ

બેન્ક કર્મીઓની ધરપકડ

હૈદરાબાદમાં યુનાઇટેડ આંઘ્ર પ્રદેશના સમર્થનમાં વિરોધ કરી રહેલા બેન્ક કર્મચારીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

દૂધ નદીમાં રેડીને વિરોધ

દૂધ નદીમાં રેડીને વિરોધ

જમ્મૂમાં ગુજ્જર લોકો દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દુધમાં ભેળસેળ મુદ્દે સાત લોકોની ધરપકડ કરવામાં આવ્યા બાદ વિરોધ નોંધાવતા ગુજ્જર લોકોએ દૂધને તાવી નદીમાં ઢોળી નાંખ્યું હતું.

એએસઇએએન સમિટમાં પહોંચ્યા પીએમ

એએસઇએએન સમિટમાં પહોંચ્યા પીએમ

ઇએએસ-એએસઇએએન સમિટમાં હાજરી આપવા માટે પહોંચેલા ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહનું બ્રુનેઇ દારુસલેમ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સેક્સ વર્કર દ્વારા દૂર્ગા પૂજા

સેક્સ વર્કર દ્વારા દૂર્ગા પૂજા

કોલકતામાં સેક્સ વર્કર દ્વારા દૂર્ગા પૂજા કરવામાં આવી હતી.

યુવા સ્કોલર એવોર્ડ

યુવા સ્કોલર એવોર્ડ

નવી દિલ્હીમાં ક્લાસિકલ તમિળ ઇન્વેસ્ટિયર સેરેમનીમાં યુવા સ્કોરલ એવોર્ડમાં હાજર રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

મેટ્રોમાં મુસાફરી

મેટ્રોમાં મુસાફરી

પેટ્રોલ કેવી રીતે બચાવી શકાય તે ભારતીયો શીખવવા માટે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીએ નવી દિલ્હીમાં મેટ્રોમાં બેસીને ઓફીસ ગયા હતા.

તમિળ મૂવીમાં વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી

તમિળ મૂવીમાં વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી

ચેન્નાઇમાં એક તમિળ મૂવી માટે શૂટ કરી રહેલો વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી ડ્વેન બ્રેવો.

દશેરા સેલિબ્રેશનમાં હેમાનું પરફોર્મન્સ

દશેરા સેલિબ્રેશનમાં હેમાનું પરફોર્મન્સ

દશેરા સેલિબ્રેશન દરમિયાન મૈસુર પેલેસ ખાતે પર્ફોર્મ કરી રહેલી અભિનેત્રી હેમા માલિની.

 દિલ્હીમાં બાબા રામદેવ

દિલ્હીમાં બાબા રામદેવ

નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધી રહેલા યોગ ગુરુ બાબા રામદેવ.

 ભૂખ હડતાળનો ત્રીજો દિવસ

ભૂખ હડતાળનો ત્રીજો દિવસ

નવી દિલ્હીમાં આંધ્ર ભવન ખાતે તેલંગણા મામલે ભૂખ હડતાળ કરી રહેલા ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડૂની હડતાળ ત્રીજા દિવસમાં પરિણમી છે.

પ્રેક્ટિસ સેશનમાં યુવરાજ

પ્રેક્ટિસ સેશનમાં યુવરાજ

રાજકોટ ખાતે પ્રેક્ટિસ સેશનમાં ભારતીય ટીમના કોચ ફ્લેચર સાથે ચર્ચા કરી રહેલો યુવરાજ સિંહ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X