લશ્કરના ટૉપ કમાંડર અબરારને સેનાએ એનકાઉન્ટરમાં કર્યો ઠાર
જમ્મુ કાશ્મીરમાં લશ્કર એ તૈયબાના ટૉપ કમાંડર અબરારને સેનાએ એનકાઉન્ટરમાં ઠાર માર્યો છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં લશ્કર એ તૈયબાના ટૉપ કમાંડર અબરારને સેનાએ એનકાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ એનકાઉન્ટર શ્રીનગરના મલૂરા પારિંપોરા વિસ્તારમાં ચાલી રહ્યુ છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે આ આંતકી પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો મોટો કમાન્ડર હતો. તમને જણાવી દઈએ કે આ એનકાઉન્ટર સોમવારની સાંજથી ચાલી રહ્યુ હતુ. વિસ્તારમાં સેના અને જમ્મુ કાશ્મીરની પોલિસ તેમજ આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ વિસ્તારને ખાલી કરાવી લીધો હતો અને સ્થાનિક લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ એનકાઉન્ટરમાં એક સબ ઈન્સ્પેક્ટર અને એક સીઆરપીએફનો જવાન ઘાયલ થઈ ગયા.

તમને જણાવી દઈએ કે રવિવારે ઉનાળાની રાજધાની જમ્મુમાં લશ્કરના એક આતંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેની ઓળખ નદીમ-ઉલ-હકનો રહેવાસી બાનીહલ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ આતંકવાદી ચાર કિલો આઈ.ઈ.ડી. વિસ્ફોટક લઇને ગયો હતો. આ દરમિયાન તેની નરવાલ વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે જ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે ધડાકા થયા હતા, પરંતુ પોલીસે સ્પષ્ટ કરી દીધું હતું કે આ ધરપકડનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી.












Click it and Unblock the Notifications
