હિમાચલમાં વરસાદનું તાંડવ, 257 લોકોના મોત, હજારો કરોડનું નુકસાન, શાળા કોલેજ બંધ
હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ તારાજી સર્જી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 452 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો છે. રવિવારે સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વાહનો ધોવાઈ ગયા હતા.
સ્થિતિ એવી છે કે 1814 વીજ ટ્રાન્સફોર્મર અને 59 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. જેના કારણે અનેક ગામોમાં સ્થિતિ વણસી છે. કાલકા-શિમલા નેશનલ હાઈવે-5 પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન ચાલુ છે. ચક્કીમોડ રોડ પર જ ભૂસ્ખલન થઈ રહ્યું છે. આ માર્ગ પર વાહન વ્યવહારને માઠી અસર થઈ રહી છે.

હિમાચલમાં રવિવારે સ્થિતિ વધુ વણસી હતી. સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. અનેક વાહનો ધોવાઈ ગયા હતા. આવી સ્થિતિમાં હિમાચલની તમામ શાળાઓ અને કોલેજોને 14 ઓગસ્ટ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. હિમાચલ સરકારના અધિકારીઓ દ્વારા રવિવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર રાજ્યને અત્યાર સુધીમાં 7020.28 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં ચોમાસાને કારણે 24 જૂનથી અત્યાર સુધીમાં 257 લોકોએ જીવ ગુમાવ્યા છે.
તેમાંથી 66 લોકોના મોત ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે થયા છે. આ દરમિયાન 191 લોકો માર્ગ અકસ્માત અથવા અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા. જ્યારે 32 લોકો લાપતા છે અને 290 લોકો ઘાયલ થયા છે.
અવિરત વરસાદને ધ્યાનમાં રાખીને, હિમાચલ પ્રદેશ સરકારે રવિવારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 14 ઓગસ્ટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
સીએમની સૂચના પર, શિક્ષણ સચિવે 14 ઓગસ્ટના રોજ તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.












Click it and Unblock the Notifications
