એર સ્ટ્રાઇક: 21 મિનિટમાં ભારતીય એરફોર્સે કામ પૂરું કર્યું
ભારતીય એરફોર્સે પીઓકેમાં એર સ્ટ્રાઇક કરીને પુલવામાંમાં થયેલા આતંકી હુમલાનો બદલો લીધો છે. ઇન્ડિયન એરફોર્સ ફાઈટર જેટ મિરાજ-2000 પીઓકેમાં દાખલ થયા.
ભારતીય એરફોર્સે પીઓકેમાં એર સ્ટ્રાઇક કરીને પુલવામાંમાં થયેલા આતંકી હુમલાનો બદલો લીધો છે. ઇન્ડિયન એરફોર્સ ફાઈટર જેટ મિરાજ-2000 પીઓકેમાં દાખલ થયા. પહેલા પાકિસ્તાન ઘ્વારા આ દાવાનોને નકારી દેવામાં આવ્યા હતા. પરંતુ ભારત ઘ્વારા આ એર સ્ટ્રાઇક વિશે પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો ઘ્વારા મળેલી જાણકારી અનુસાર ભારતીય એરફોર્સ મિરાજ જેટ્સ 21 મિનિટ સુધી પીઓકેમાં હતા અને તેમને અલગ અલગ જગ્યાઓ પર બૉમ્બ ફેંક્યા હતા. જાણો કેટલા વાગ્યે પીઓકેમાં હુમલો શરુ થયો અને કેટલા વાગ્યે તે પૂરો થયો.

3.30 વાગ્યે હુમલો શરુ થયો
ઇન્ડિયન એરફોર્સ મિરાજ ફાઈટર જેટ્સ લગભગ 3.30 વાગ્યે પીઓકેમાં દાખલ થયા. સૂત્રો ઘ્વારા મળેલી જાણકારી અનુસાર આ ફાઈટર જેટ્સ ઘ્વારા મુજફ્ફરાબાદથી 24 કિલોમીટર દૂર નોર્થ વેસ્ટમાં આવેલા બાલાકોટમાં 3.45 થી 3.53 સુધી હુમલો કરવામાં આવ્યો. આ દરમિયાન જેશ-એ-મોહમ્મદ, લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીન ટ્રેનિંગ સેન્ટર પર બૉમ્બ મારવામાં આવ્યા. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનિંગ કેમ્પ નહીં પરંતુ લોન્ચ પેડ હતા. આ દરમિયાન મિરાજ જેટનુ બીજું ગ્રુપ 3.48 થી 3.55 સુધી મુજફ્ફરાબાદમાં હુમલો કરતુ રહ્યું. તેની સાથે 3.58 થી 4.04 સુધી ચકોટીમાં હુમલા કરવામાં આવ્યા.
આ પણ વાંચો: વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક પર શું બોલ્યા રાહુલ ગાંધી, કેજરીવાલ, ઉમર અબ્દુલ્લા












Click it and Unblock the Notifications
