કોરોનાનો કહેર યથાવત, ભારતમાં 24 કલાકમાં 1409 નવા કેસ નોંધાયા, સંખ્યા વદીને 21393
કોરોનાનો કહેર યથાવત, ભારતમાં 24 કલાકમાં 1409 નવા કેસ નોંધાયા, સંખ્યા વદીને 21393
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સતત વધી રહેલા કરોના કેસે ભારત સરકારની પણ ચિંતા વધારી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જાણકારી આપવામાં આવી તે મુજબ ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1409 નવા મામલા સામે આવ્યા છે અને 41 લોકોનના મોત થયાં છે. મંત્રાલય મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 21393 થઈ ગઈ છે. જેમાં 16454 સક્રિય મામલા છે, 4257 લોકો ઠીક થઈ ચૂક્યા છે જ્યારે 681ના મોત થયાં છે.

ગુજરાતની હાલત બગડી
દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ મામલા મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને મધ્ય પ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 431 નવા કોવિડ-19ના મામલા મળ્યા છે, જેના કુલ મામલાની સંખ્યા 5652 થઈ ગઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 269 મોત થયા છે. રાજ્યના ધારાવીમાં કોરોનના વાયરસના 9 નવા મામલા સામે આવ્યા છે, ધારાવીમાં કોરોનના વાયરસના પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 189 ચે જેમમાં 12 મોત સામેલ છે. દિલ્હીમાં કોરોના વાયરસના 92 નવા મામલા સામે આવ્યા છે અને 1 મોત થયું છે, રાજધાનીમાં કોરોના પોઝિટિવ મામલાની સંખ્યા 2248 છે, મૃતકોનો આંકડો 48 છે.

103ના મોત
જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસના 2407 મામલા છે અને 103ના મોત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 1592 મામલા સામે આવ્યા છે જ્યારે 80 લોકોના મોત થયા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુમાં કુલ 1692 કોરોના વાયરસ પોઝિટિવ કેસ મળ્યા છે. મૃતકોની સંખ્યા 18 થઈ ગઈ છે.

રાજસ્થાનનો રિપોર્ટ
રાજસ્થાનમાં અત્યાર સુધી 47 નવા પોઝિટિવ મામલા સામે આવ્યા છે- જોધપુરથી 20, જયપુરથી 12, નાગોરથી 10, હનુમાનગઢ અને કોટાથી 2-2, અજમેરથી 11 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1935 થી ગઈ છે જેમાં 27 મોત અને 344 રિકવરી સામેલ છે. આ ઉપરાંત તેલંગાણામાં કુલ મામલા 945 થી ગયા છે, જેમાં 23 મોત સામેલ છે.












Click it and Unblock the Notifications
