Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દેશમાં કોરોનાનો કહેર યથાવત, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારથી વધુ

ભારતમાં વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા 52,952 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી 1783 લોકોના મોત નીપજ્યા છે.

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યુ કે ભારતમાં વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા 52,952 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી 1783 લોકોના મોત નીપજ્યા છે. કુલ 52952 કેસોમાં 35,902 સક્રિય કેસ, 1783 મોત, 15,266 રિકવર/ડિસ્ચાર્જ/અને 1 માઈગ્રન્ટ શામેલ છે.

covid 19

મધ્યપ્રદેશમાં બુધવારે સાંજે 6 વાગ્યા સુધી કોરોના વાયરસ સંક્રમણના 89 નવા કેસ થયા બાદ તેમની સંખ્યા વધીને 3138 થઈ ગઈ છે. અહીં કોરોનાના સર્વાધિક 1681 કેસ ઈંદોર, 605 ભોપા, 184 ઉજ્જૈન અને 109 જબલપુરમાં છે. એમપીમાં અત્યાર સુધી કોરોનાથી 185 લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના 1233 કેસ સામે આવ્યા બાદ તેમની સંખ્યા 16758 થઈ ગઈ જ્યારે 34 લોકોના મોત બાદ મૃતકોનો આંકડો 651 થઈ ગયો. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ 10714 મુંબઈ, 1861 પૂણે મનપામાં સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 3094 કોરોના દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

વળી, રાજધાની દિલ્લીમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 428 નવા કેસ નોંધવામાં આવ્યા ત્યારબાદ રાજ્યમાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 5532 થઈ ગઈ છે. બુધવારે સંક્રમણથી એક મોત પણ થયુ જે બાદ દિલ્લીમાં મૃતકોનો આંકડો 65 થઈ ગયો છે. દિલ્લીમાં હવે સંક્રમણના 3925 સક્રિય કેસ છે. આ ઉપરાંત રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 159 કેસ(30 બીએસએફ-કર્મી તેમજ 50 જોધપુર, 43 જયપુર, 12 પાલી) નોંધાયા બાદ કુલ સંખ્યા 3317 થઈ ગઈ છે. જ્યારે 4 કોરોના દર્દીઓના મોત બાદ મૃતકોનો આંકડો 93 થઈ ગયો છે. કોરોનાના સૌથી વધુ કેસ જયપુર 1090, જોધપુર 812, કોટા 221 નોંધાયા છે.

બિહારની વાત કરીએ તો અહીં આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારે જણાવ્યુ કે બુધવારે વધુ 7 લોકોને કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો. આ 7 નવા કેસોમાં ભાગલપુર, કૈમૂર, મધુબની, શિવહર અને પૂર્ણયામાં 1-1 જ્યારે પટનામાં 2 કેસ સામે આવ્યા. આ સાથે જ બિહારમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 542 થઈ ગઈ છે.

આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં કુલ પૉઝિટીવ કેસ 775 થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં 2998 દર્દી અને કર્ણાટકમાં 693 કેસ છેે. ચંદીગઢમાં કોરોના વાયરસના સંક્રમિત 120 લોકો વિશે માલુમ પડ્યુ છે. જ્યારે 41 કેસોની પુષ્ટિ લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1, મણિપુરમાં 2 અને મેઘાલયમાં 12 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે અસમમાં 45 કેસોની પુષ્ટિ થઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X