આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરી : 50થી વધુ ઘાયલ
ગુવાહાટી, 16 એપ્રિલ : મધ્ય અસામમાં આજે સવારે 02.05 કલાકે મોરીગાંવ નજીકના અજુરી સ્ટેશન પર 15666 બીજી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પજી પડી છે. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘવાયા છે.
આ ટ્રેન પૂર સ્પીડે જતા પાટા પરથી દસ ડબ્બા ઉતરી ગયા હતા. આ ઘટનામાં પચ્ચાસથી વધુ લોકો ઘવાયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે વાગીને પાંચ મિનિટે દીમાપુર, કામખ્યા ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી ગયા હતા અને મોરીગાંવ જિલ્લામાં જાગીરોગ નજીક પડ્યા હતા.

તેમણે જણાવ્યું કે ઘટનામાં 17 પ્રવાસીઓ ગંભીર રીતે ઘવાયા છે, જેમને ગૌવહાટીની મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગેની માહિતી મેળવવાના હેલ્પલાઇન નંબર્સ આ મુજબ છે. દીમાપુરમાં 03862-228404, લુમદિંગમાં 03674-264848:49:50 અને ગુવાહાટીમાં 0361-2731621:22:23 છે.












Click it and Unblock the Notifications
