ટ્રેનના ભાડાંમાં રૂપિયા 20ના વધારાની શક્યતા

આ અંગેના નિર્ણયની પ્રક્રિયામાં સામેલ રેલવે વિભાગના એક અગ્રણી અધિકારીએ જણાવ્યું કે રાજધાની, શતાબ્દી અને દૂરંતોમાં ખાણી-પીનીની વસ્તુઓમાં બાવ વધાર્યા બાદ આ અગ્રણી રેલ ગાડીઓના ભાડામાં રેલવે મંત્રાલય રૂપિયા 15થી રૂપિયા 20નો વધારો કરી શકે એમ છે.
અધિકારીઓનું કહેવું છે કે આ ટ્રેન્સમાં ભાડાના વધારા અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ માટેનું સોફ્ટવેર અપડેટ થતા જ તે અંગેની જાહેરાત કરાવમાં આવશે. અગાઉ કરવામાં આવેલો ભાડા વધારો હજી 22 જાન્યુઆરીથી જ અમલી બનાવવામાં આવ્યો છે. હવે ટૂંક સમયમાં આ બીજો વધારો થવા જઇ રહ્યો છે. 10 વર્ષ બાદ આ ભાડા વધારવામાં આવ્યા હતા. પણ તેમાં રાજધાની, શતાબ્દી અને દૂરંતોની કેટરીંગ સર્વિસમાં વધારો કરવામાં આવ્યો ન હતો.
રેલવે મંત્રાલયે આ ગાડીઓ અને એક્સપ્રેસ રેલગાડીઓના ભોજનના યાદી અને તેની કિંમતોમાં સુધારો કરવા અંગેનું સૂચન કરવા માટે એક સમિતીની રચના કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભાડા અને કિંમતોંમાં વધારે કરવાનો નિર્ણય સમિતીની ભલામણોની તપાસ અને રેલ બોર્ડની સૂચનોને આધારે લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
