Cyclone Nisarga: મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ બદલાયુ, ફ્લાઈટો પણ રદ
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક સ્વરૂપ લઈ લીધુ છે અને તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક સ્વરૂપ લઈ લીધુ છે અને તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે અને તે આજે ત્રણ વાગ્યા આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટો પાસેથી પસાર થશે જેની અસર મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી પર સૌથી પહેલા અને સૌથી વધુ હશે એટલા માટે આગલા 24 કલાક આ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખૂબ જ મહત્વના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસર નિસર્ગ વાવાઝોડુ લગભગ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે તટીય ક્ષેત્રો સાથે ટકરાવાનુ છે કે જે ઘણુ ભયાનક પણ હોઈ શકે છે. હાલમાં નિસર્ગ અલીબાગથી 155 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને મુંબઈથી 200 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.

બદલાયુ મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ
તોફાનથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે. વળી, મુંબઈ ટર્મિનલથી રવાના થતી 5 ટ્રેનોને ફરીથી શિડ્યુલ કરવામાં આવી છે જ્યારે એક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈન્સે ત્રણ ફ્લાઈટને છોડીને આજે મુંબઈથી પોતાની આવતી-જતી 17 ફ્લાઈટ રદ કરી દીધી છે.
|
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કરી આ અપીલ
વળી, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને આજે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. સાથે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને સાઉથ ગુજરાતના તટીય વિસ્તારોમાં માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે તોફાનના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં રેડ એલર્ટ જારી છે. ચક્રવાતી તોફાન નિસર્ગની અસર દેખાવી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના ઉત્તરી રત્નાગિરી વિસ્તારમાં અત્યારે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.
|
સ્કાઈમેટે પણ આપી ચેતવણી
જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ વાવાઝોડુ નિસર્ગ આજે બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે દક્ષિણ મુંબઈ અલીબાગના તટે ટકરાશે અને આ દરમિયાન 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ત્યારબાદ જે સ્થળે આનુ લેંડફૉલ થશે ત્યાં પવનની ઝડપ અમુક સમય માટે 100 કિલોમીટર કે તેનાથી પણ વધુ થઈ શકે છે કે જે ઘણી ભયાનક હશે. આ સાથે જ સ્કાઈમેટે વધુ એક ખાસ વાત કહી છે કે અને તે એ કે આ તોફાનની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પણ થશે જેના કારણે 3 જૂનથી 5 જૂન વચ્ચે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થવાની સંભાવના છે. માટે અહીં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

4 જૂન સુધી સ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે
આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે કે સમુદ્રમાં 4 જૂન સુધી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ દરમિયાન 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ વધીને 110 કિલોમીટર પણ થઈ શકે છે. આ વાવાઝોડાની અસર મુંબઈ પર સૌથી વધુ થવાની છે અને આના કારણે મુંબઈ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં પૂરતા કર્મચારીઓની સંખ્યાને તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
