ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થયું, પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા
ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થયું, પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા
નવી દિલ્હીઃ રાજ્યસભામાં ટ્રિપલ તલાકને અપરાધ બનાવતું બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું. બિલના પક્ષમાં 99 વોટ પડ્યા જ્યારે વિપક્ષમાં 84 વોટ પડ્યા છે. લોકસભાથી આ બિલ 26 જુલાઈએ જ પાસ થઈ ગયું છે. બિલ પાસ થયા બાદ જો કોઈ મહિલાને ટ્રિપલ તલાક આપવામાં આવ્યા તો તે અપરાધ માનવામાં આવશે. આ બિલમાં તેના માટે 3 વર્ષની સજા અને દંડના પ્રાવધાન પણ સામેલ છે. જ્યારે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને સેલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ વોટિંગ પાદ પડી ગયો.

ટ્રિપલ તલાક રાજ્યસભામાં પાસ
બંને સદનમાં આ બિલ પાસે થઈ ગયા બાદ હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતા જ આ બિલ દેશમાં કાનૂન તરીકે સ્થાપિત થઈ જશે. ઉચ્ચ સદનમાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલના પક્ષમાં 99 વોટ પડ્યા, જ્યારે 84 સાંસદોએ તેના વિરોધમાં વોટિંગ કર્યું. બીએસપી, પીડીપી, ટીઆરએસ, જેડીયૂ, એઆઈએડીએમકે અને ટીડીપી જેવા કેટલાય. દળોએ વોટિંગમાં ભાગ ન લેતા સરકાર માટે આ બિલ પાસ કરાવવું સહેલું બની ગયું.

ટ્રિપલ તલાક બિલ પર કેટલાય સંશોધન પ્રસ્તાવ પડ્યા
ટ્રિપલ તલાક બિલ પર કોંગ્રેસના દિગ્વિજય સિંહ સહિત કેટલાય સાંસદોએ પોતાના સંશોધન રાખ્યાં હતાં. મોટા ભાગના સાંસદોએ પોતાના સંશોધન પરત લઈ લીધા. જ્યારે દિગ્વિજય સિંહ તરફથી રજૂ કરવામાં આવેલ પ્રસ્તાવ પડી ગયો. પ્રસ્તાવના પક્ષમાં 84 અને વિપક્ષમાં 100 વોટ પડ્યા. જ્યારે અગાઉ ટ્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં પ્રસ્તાવ પડી ગયો હતો. બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવમાં 84 જ્યારે વિરોધમાં 100 વોટ પડ્યા.

અમે આને સિલેક્ટ કમિટીમાં મોકલવા માંગતા હતાઃ ગુલામ નબી આઝાદ
બિલ પર ચર્ચા દરમિયાન નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે મહિલા સશક્તિકરણના હકમાં છીએ અને અમે આ બિલને પણ કેટલાક બદલાવ સાથે પાસ કરાવવા માંગતા હતા. તેમણે કહ્યું કે અમે સિલેક્ટ કમિટીમાં મોકલવા માંગતા હતા પરંતુ સત્તાધારી પાર્ટીએ તે ફગાવી દીધું. સાથે જ આને અપરાધ બનાવતા સંશોધનને પણ ફગાવી દેવામાં આવ્યું અને હવે વિપક્ષે આ બિલની વિરુદ્ધ વોટિંગ કરવું પડશે. જ્યારે ચર્ચા દરમિયાન કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલાક પર દલિલનો જવાબ આપતા કહ્યું કે હજારો વર્ષ પહેલા પૈગંબરે પણ આના પર સખ્તીથી પાબંદી લગાવી હતી અને તેના જે બંદાએ આ કર્યું, તેને કહ્યું કે તે પોતાની પત્નીને પાછી લે. અહીં પણ લોકો કહી રહ્યા છે કે ટ્રિપલ તલાક ખોટા છે... પરંતુ આ શું છે, જેનો મતલબ એ છે કે ટ્રિપલ તલાક ખોટું છે, પરંતુ બધું આવું જ ચાલવા દો.












Click it and Unblock the Notifications
